________________
અન્ય સાધના
[ ૬૩ ]
લાખ વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી અદ્ભુત સમાધિમરણ પૂર્ણાંક આ માનવીય દેહથી મુક્ત થઇ છવીશમા ભવમાં દસમ પ્રાણત દેવલાકમાં પુષ્પાત્તર વિમાનમાં દૈવી ઉપપાદ શૈયામાં વીશ સાગરોપમની આયુ:સ્થિતિવાળા મહાતેજસ્વી મઢુદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા!!!
નયસારનો આત્મા આ છવીશમા ભવમાં અત્યંત સૂરૂપી દેવતા થયા. ઉત્પન્ન થતાં જ એક અંતર્મુહૂત સમયમાં નવયૌવન દેહાકૃતિને ધારણ કરી દેવદુષ્ય વસ્તુને દૂર કરી એ પુષ્પશૈયામાં બેઠા થયા. ચારે બાજુ નજર ફેરવતાં બધું અવનવું ભાસ્યું ! સમતિ સહિત ઉત્પન્ન થયેલા દેવાને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાના હેાય છે. આ આકસ્મિક ફેરફારને વિચાર કરતાં અવધિજ્ઞાનના ઉપયાગથી તેમના દિલમાં જણાઈ ગયું કે ન'નમુનિના ભવમાં આરાધેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના પ્રભાવે તીર્થંકરનામ કમ નિકાચિત કરી હું પ્રાણત દેવલાકમાં મહદ્ધિક દેવ થયેા છે. પૂર્વભવમાં કરેલી ધર્મ આરાધના યાદ આવી. ધર્માંને અચિંત્ય મહિમા જાણી એ ન’દનદેવ ચિત્તમાં ચમત્કૃત થયા. પુષ્પશૈયામાં બેઠેલા નોંદદેવ થોડીવારમાં હજારે દેવાથી વીંટળાઇ ગયા. બધા દેવે આવીને તેમના ચરણમાં નમસ્કાર કરી તેમને વધાવવા લાગ્યા. “ હે સ્વામી ! આપના જય થાઓ ! આપનો વિજય થાઓ ! આપ ચીરકાળ સુધી અમારા સ્વામી તરીકે સુખી રહેા ! આપનુ સાન્નિધ્ય અમને આનંદ આપતુ રહે ! દસમા પ્રાણત દેવલાકમાં પુષ્પાત્તર વિમાનમાં આજે આપ અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા છે ! પૂર્વ પુણ્યાયે આપ જેવા. સ્વામી મેળવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અમે આપના આજ્ઞાવી દેવા છીએ જીવનપર્યંત આપની ખડેપગે આજ્ઞા સ્વીકારવા તૈયાર છીએ. અહીં આ દેવ ભૂમિમાં સુંદર ઉપવને છે, દિવ્ય વાટીકાઓ છે, પ્રમાદદાયક
tr
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org