________________
[૬૨]
શ્રી મહાવીર જીવનત ચેથી “શરણભાવના”નું આરાધન કરતાં ભવભવ શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારી એ ચાર શરણેના સ્મરણમાં સમાઈ ગયા ! - પાંચમી “નમસ્કાર ભાવના”નું આરાધન કરતાં શ્રી નંદન મુનિએ ભૂત, ભાવિ અને વર્તમાનમાં વિચરતાં સર્વ અરિહંતને, આઠકમને ક્ષય કરી સિદ્ધ બનેલા શ્રી સિદ્ધભગવંતોને, આત્મ સાધના કરતા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રિવિધ ગુરુ ભગવંતને, અંતરંગ ભાવથી નમસ્કાર અને સ્તુતિમાં તન્મય બની અંતરથી પ્રશાંત અને ભવભ્રમણના થાકથી વિશ્રાંત બની નમસ્કાર ભાવમાં ઝુલતા રહ્યા..ઝુલતા જ રહ્યા !
છઠ્ઠી “અણસણભાવને”નું આરાધન કરતા શ્રી નંદનમુનિ પિતાના સુવિહિત ચવીશ લાખ વર્ષ ગૃહસ્થાવાસના અને એક લાખ વર્ષ નિરાબાધ સંયમવાસના એમ પચીશ લાખ વર્ષ પૂર્ણ કરી એ ઉજવલ જીવનની ઉજવણી કરવા દ્વિમાસિક અણુસણવ્રત સ્વીકાર્યું...સ્વભાવદશાના હિંચળે હિંચતા એ મહામુનિ મનની માયા.... અને કાયાની માયા વિસારી નિર્વઘગમાં સ્થિર બની ચતુર્વિધ સંઘની સાથે ખમતખામણુ કરતા... “ઈચ્છામિસુક્કડ” અને “મિચ્છામિ દુક્કડં”ના અનુપમ રસાયણના પાન કરતાં, ચાર શરણમાં ચિત્તને રમાડતાં, અરિહંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંતની સાક્ષીએ... સાધુ ભગવંતની સાક્ષીએ.... પિતાના આત્માની સાક્ષીએ.... અને દેવેની સાક્ષીએ... એ પંચવિધ સાક્ષીએ સ્વીકારેલા અણસણવ્રતમાં તીવ્રાનંદ અનુભવતા રહ્યા. જેમનું મન પ્રફુલ છે..... કાયાવિકસ્વર છે. આત્મા આનંદિત છે.... પંચપરમેષ્ટી મંત્રમાં તલ્લીન છે... એવા અને સર્વ જી સાથે ક્ષમાભાવમાં એકાકાર બનેલા શ્રી નંદનમુનિએ પિતાના અણુસણું વતના સાઠ દિવસે મહાઆનંદથી વ્યતીત કર્યા. એ સમયે પચીશ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org