________________
અને નિકાચિત ર આત્માન
થવાની શકયા
ધન્ય સાધના
[૬૧] ધર્મરાજાના સંપૂર્ણ રક્ષણ નીચે આવી ગયે ! હવે એ આત્માને કર્મરાજા પકડી શકે એમ નથી ! સંસારની માયાના રંગ હવે તેને રંગી શકે એમ નથી ! ઉગ્રભાવથી, ઉગ્રતાની સાધનાથી અને ઉગ્રપણે સર્વ વિરતિધર્મના પરિપાલનથી તેમણે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. પુણ્યાનુબંધી પુણ્યના ભેગથી તેમની આંતરિક સંપત્તિ વધી જતાં આત્માનંદના ઝૂલે ઝુલતાં એ નંદન મુનિની નિર્મળ મને ભૂમિમાં જીવન પૂર્ણ થવાની અંતઃસ્કુરણ થતાં મહામૂલા જીવનને સમાપ્તિ મહેત્સવ ઉજવવા તૈયાર થયા! અંત સમયની આરાધનાથી આંતરરાજ્યમાં મહોત્સવ ઉજવવા ઉજમાળ થયા ! - પહેલી “દુષ્કર્મગીંણા” આરાધના કરતાં પિતાના જીવનમાં અને ભવમાં જાણે અજાણે થયેલ દુષ્કર્મોની ખૂબખૂબ ગહેણું કરી. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પંચવિધ આચારમાં અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અને અનાચારથી જે દોષ લાગ્યા હોય તેની મન વચન કાયાથી નિંદા કરી આત્માને નિર્દોષ બનાવ્યું.
બીજી “ક્ષમાપના” આરાધના કરતાં ચેર્યાશી લાખ જીવાનિ, ચારગતિ અને વીશ દંડકમાં વત્તતાં સર્વ જીવોની સાથે વૈર વિરોધની ક્ષમાયાચના કરતાં નંદનમુનિએ આત્માને હળકમ બનાવ્યો.
ત્રીજી “શુભભાવના” નામની આરાધના કરતાં નંદનમુનિએ અનિત્ય વગેરે બાર ભાવનાથી આત્માને ભાવિત બનાવ્યું. જગતમાં જીવ એકલે જમે છે, એકલે જ સુખદુઃખને વેઠે છે... એકલે જ પરભવ પંથે પ્રયાણ કરે છે... આ શરીર.... આ યૌવન.... આ જીવન...વગેરે ચપળ છે..... નાશવંત છે... એવી ભાવનામાં મસ્ત બની આત્મસમાધિમાં ગરકાવ બની ગયા !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org