________________
[૬૦]
શ્રી મહાવીર જીવનજ્યોત કર્યા. આ ઉગ્રતાથી તેમના બધા અશુભ કર્મો નાશ પામી ગયા. નયસારના આત્માએ આ પચીશમા ભવમાં ઉત્તમ કેટીનું આરાધન કર્યું. યમ, નિયમ, અને સંયમથી એ આત્મા અણુએ અણુંએ વ્યાપ્ત બન્યા. મહાવીર બનવાની યોગ્યતા સંપૂર્ણ રીતે શુદ્ધ કરી. હવે તેને સંસાર પરિમિત બની ગયે!
નયસારના ભવમાં મહાવીર બનવાની યેગ્યતાનું બી વાવ્યા પછી ચારિત્ર્ય મેહનીય કર્મની પ્રબળતા વધી જતાં ત્રીજા મરિચિના ભવમાં એ ભગવાન મહાવીરના આત્માએ મહારાજાના પંજાની સજજડ પકડમાં બંધાઈ જતાં ખૂબખૂબ રીતે સંસારની ખાટીમીઠી માયાને અનુભવ કર્યો ! ભવપરંપરામાં ભટકતાં. કારમી રઝળપાટ કરતાં, અથડાતા કુટાતા.....કદી મનુષ્ય....કદી દેવ....કદી તિર્યંચ, કદી નારકી વગેરે અવતારમાં કદી નર....કદી....નારી....કદી રેગી કદી શેગી........કદી ભેગી....કદી વિયેગી..દશાઓને અનુભવતાં કર્મની વિષમ સ્થિતિના પરિણામે મહામિથ્યાત્વ ભાવનાગે દીર્ધાયુષી મોટા છ બ્રાહ્મણના ભામાં મહારંભી, અને નિષ્ફર જીવન વિતાવી સેળમાં વિશ્વભૂતિના ભવમાં અહંકારની પરાકાષ્ઠાએ પહોંચી અઢારમા વાસુદેવના ભવમાં મહાપરિગ્રહી અને વિષય કષાયાધિન જીવન વિતાવી ભારેકર્મી બની સાતમી નારકીની રૌદ્રતા; સિંહના ભવમાં કૂરતા, વગેરે અનેક ત્રાસદાયક દુઃખની વચ્ચે આળેટતાં એ મહાવીરના આત્માએ મહાવીર બનતા પહેલાં શું શું સહન ન કર્યું ? અશુભ કર્મની ટોચે ચડીને નાકમાં પટકાયે ! તિર્યંચ ગતિમાં ટકરાયે ! સાંભળતાં દિલ ધ્રુજી ઉઠે અને વાંચતા રેમમ ખડા થઈ જાયએવી અસીમ વિડંબનાઓ વેઠત એ આત્મા બાવીશમા ભાવમાં ઉચ્ચ પરિણમી બન્ય... ત્યારથી અધિક અધિક ઉચ્ચતર દશાએ ચડતે એ આત્મા આ પચીશમાં નંદનમુનિના ભાવમાં મેહરાજાના પંજામાંથી છટકીને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org