________________
ધન્ય સાધના
[ ૫૯ ]
૧૬ સેાળમા સુપાત્ર દાન પદની સેવનામાં દાનધર્મની મહત્તા ભવ્યજનાને સમાવતાં નંદનમુનિ સ્વયં છ કાય જીવાને અભયદાન આપવા પૂર્વક નિર્દોષ જીવનચર્યાં શેાભાવી રહ્યા. ૧૭ સત્તરમા સમાધિપદની સાધનામાં શારીરિક સમાધિ સ્વસ્થ રહી મનની સમાધિને જાળવતા શ્રી નંદનમુનિ આત્મસમાધિને જાગ્રત કરવા મનોમંથન કરતા રહ્યા. પરમ પુરુષાર્થ બળથી સમતાશીલ અની અપૂર્વ આત્મસમાધિને સ્વાધીન બનાવી. ૧૮ અઢારમા અભિનવજ્ઞાનપદની આસેવના કરતાં શ્રી નંદનમુનિ આગમશાસ્ત્રાના અંગઉપાંગાના અધ્યયન કરી અહેનિશ અભિનવજ્ઞાન સંપાદન કરવા સતત્ પ્રયત્નશીલ રહેવા લાગ્યા. ૧૯ એગણીસમા શ્રુતભક્તિપદની સેવનામાં પુસ્તકારુઢ આગમશાસ્ત્રારૂપ દ્રવ્રુત્તના ઉપયેાગ પૂર્વક યથા અના જ્ઞાતા બની ભાવશ્રુતના સાચા ગવેષક બની ચારે અનુયાગાના
જ્ઞાતા બન્યા.
૨૦ વીશમા તી પ્રભાવના પદની આરાધના કરતાં મહાવિચક્ષણ શ્રી નંદનમુનિ ચડિયાતા ભાવથી અને ચડિયાતા વીર્યાંલ્લાસથી શાસન પ્રભાવના પૂર્વક ભવ્ય આત્માઓના હૃદયક્ષેત્રામાં ધર્મના બીજરૂપ સમકિતનું વપન કરવામાં, સિ'ચન કરવામાં અને વિકસિત કરવામાં પુરુષાર્થ બનતા રહ્યા.
આ રીતે એક લાખ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયમાં એ વિશસ્થાનક પદાનુ હૃદયંગમ આરાધન કરી માસક્ષમણુના પારણે માસક્ષમણુા કરતાં શ્રી નોંદનમુનિએ તીથ કર નામકમ નિકાચિત કર્યું. તેઓશ્રીએ એકલાખ વરસના સંયમપર્યાયમાં અગ્યાર લાખ, એશીહજાર, ચારસાને પંચાણું માસક્ષમણે। અત્યંત સમાધિપૂર્વક
Jain Education International_2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org