________________
ધન્ય સાધના
[૫૭] પ પાંચમા સ્થવિરપદની સાધનામાં વીશ વર્ષના સંયમ પર્યાયી, સંયમ ધર્મમાં પિતે સ્થિર બનેલા અને નવ દીક્ષિત મુનિએને સ્થિર બનાવવા માટે સતત શીક્ષા આપનારા સ્થવિર પદની નંદનમુનિએ તપ અને ધ્યાન પૂર્વક પર્ય પાસના કરી. ૬ છઠ્ઠા ઉપાધ્યાયપદની આરાધનામાં ઉપ એટલે સમીપે અને
અધ્યાય એ જ્ઞાનસંપાદન. નિરંતર અધ્યપન સમીપે વસનારા, જડબુદ્ધિ શિષ્યોને પણ પંડિત બનાવવા માટે જ સદા પ્રયત્નશીલ, સ્વાધ્યાય ધ્યાનમાં રક્ત એવા ઉપાધ્યાયપદનું ચિંતન કરતાં નંદનમુનિ પરમ કૃતાર્થ બન્યા. ૭ સાતમ સાધુપદની સાધનામાં રત્નત્રયીના ગષક, પંચમહા
તેના પાલક, સત્યાવીશ ગુણોથી અલંકૃત, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના આરાધક, બેંતાલીશ દોષથી રહિત ભિક્ષાચર્યાને સેવનારા, જિનાજ્ઞાપાલક એવા સાધુપદના સ્મરણમાં
પ્રમુદિત થયા. ૮ આઠમા જ્ઞાનપદમાં શ્રી નંદનમુનિએ આગમશાના અવગાહન પૂર્વક સર્વજ્ઞપ્રણીત તના અવબોધથી અતિચાર રહિત જ્ઞાનાચારનું પાલન કરી આત્માનંદની ઝાંખી કરાવનારા સમ્યકજ્ઞાનની સાધના માટે પ્રયત્ન કર્યો. ૯ નવમા દર્શન પદમાં દેવગુરુ અને ધર્મ પ્રત્યે અંતરંગ શ્રદ્ધા જાગ્રત કરી પરમવિશુદ્ધ ક્ષાયિક સમકિતની સાધના કરી. સમકિતને સડસઠ ભેદનું ચિંતવન કરતાં નંદનમુનિએ
હદયમાં ક્ષાયિક સમક્તિને જાગ્રત કર્યું. ૧૦ દશમા વિનય પદની આરાધના કરતાં અરિહંતાદિ દશસ્થાનો
પ્રત્યે વિનયભાવ જાગ્રત કરી તેના અનેક ભેદોનું અવગાહન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org