________________
[ પ ]
શ્રી મહાવીર જીવનત ગુરુનિશ્રામાં ઉગ્રવિકારે વિચારતાં અવિરત જ્ઞાને પાસના કરતાં સૂત્રાર્થના જાણકાર બની ધુરંધર ગીતાર્થ થયા. અપધ્યાન, રાગદેવના બંધન, ત્રણદંડ, ત્રયુગારવ, ચારકષાય, ચાસંજ્ઞા, ચારવિકથા વગેરેથી રહિત બની પંચમહાવ્રતના પાલનમાં અને પંચ પ્રકારના સ્વાધ્યાયમાં તેમજ પંચ સમિતિમાં સમાધિસ્થ બનેલા નંદનમહામુનિએ વીશસ્થાનક તપની આરાધના શરૂ કરી. ૧ અરિ–એટલે રાગદ્વેષાદિ અત્યંતર શત્રુઓ ને હંત-એટલે હણનારા અને ધાતિકર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય જીવોને પ્રતિબંધ આપવા માટે વિચરનારા શ્રી અરિહંત પરમાત્માની પૂજા અને ભક્તિ અરિહંત બનવાનું ઓજસ પ્રગટાવે છે. તેવી ભાવના ભાવમાં શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપ ચિંતનમાં તદાકાર બની તેમણે વિશસ્થાનકના પ્રથમ શ્રી અરિહંત પદની આરાધના કરી. અરિહંત પદ મેળવવા પ્રયત્ન આદર્યો! ૨ આઠ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને વરેલા. અનંતાસિદ્ધ ભગવંતના તિર્મય સ્વરૂપમાં ગરકાવ બની આત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદને ભૂલી બીજા સિદ્ધપદની આરાધના કરતાં નંદનમુનિ સિદ્ધમય બની ગયા. ૩ ત્રીજા સ્થાને પ્રવચન પદની આરાધના કરતાં સાધુ-સાધ્વીજી
એની દશ પ્રકારે વૈયાવચ્ચ ભક્તિ માટે અને શ્રાવક-શ્રાવિકાએને ધર્મપ્રાપ્તિ નિમિત્ત જૈન દર્શન અને દ્વાદશાંગીના
અર્થ ચિંતનમાં લીન બન્યા. ૪ ચતુર્થસ્થાને આચાર્યપદની આરાધના કરતાં શિષ્ય પરિવારને
સારણ, વારણું, ચેપણું અને પડિપણારૂપ ચતુર્વિધ શિક્ષા ફરમાવતાં છત્રીશ છત્રીશીઓથી અલંકૃત પંચાચારના પાલક શ્રી આચાર્યપદના સ્વરૂપમાં એકાગ્ર બન્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org