________________
ધન્ય સાધના
[૫૫] થયા. તેમ ધર્મશાના પુરેપુરા જાણકાર થયા, એટલું જ નહિ પણ રાજ્યધૂરાને વહન કરવાની પ્રવિણતા પણ મેળવી લીધી.
સુશીક્ષિત, સશક્ત, અને વિદ્યા પારંગત પુત્રને યૌવનના આંગણે કેવી કરતો જોઈ વાત્સલ્ય હૃદયી માતાપિતાએ કુલિન અને કેડ ભરી અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કરાવી તેને રાજ્યાભિએક મહત્સવ ઉજવ્યું. રાજ્યધુરા તેના હાથમાં સેંપી સંસારથી નિર્વેદ પામી ગુરુ પાસે જીવનના અંતિમ કર્તવ્યરૂપ ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. ઉત્કૃષ્ટ ભાવથી સાધુધર્મની પરિપાલના કરી દેવગતિના ભાજન બન્યા.
સ્વભાવિક ગુણેથી પ્રજાપ્રિય બનેલા નંદન રાજા સર્વ શ્રેષ્ઠ રાજવી બન્યા. સર્વપ્રકારના ભયથી રક્ષણ કરી પ્રજાને અનેક પ્રકારે સંતેષ ઉપજાવતાં પ્રજા વલ્લભ બની રાજ્યકાળ વિતાવવા લાગ્યા. ઈન્દ્રની સંપત્તિને પણ મહત્વ કરે તેવી રાજ્ય સંપત્તિના માલિક બની પાંચે ઈન્દ્રિયના વિષયસુખના ભોગવટામાં વીશ લાખ વર્ષ પસાર કર્યા. પુણ્યાનુબંધી પુણ્યના વેગથી અનેક સુકૃત્યની સૌરભ ફેલાવી. તેમના અંતરમાં ધર્મના રાગ સાથે ન્યાય નીતિન ઝરણું કરી રહ્યા હતા. જેનશાના અભ્યાસ, ચિંતન, મનન અને પરિશીલન કરતાં તેમને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જાગે. સદ્દગુરુને સંગ સાંપડતાં પિટીલાચાર્ય નામના આચાર્ય મહારાજ પાસે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી નંદન રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુગમથી ગ્રહણ અને આસેવના રૂપ શક્ષાથી યતિધર્મમાં સુશીક્ષિત બની દશવિધ સમાચારીના જાણકાર થયા. દીક્ષાના દિવસે જ અંતરના ભાલ્લાસ અને પરમપુરુષાર્થના પરિબળથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાને અભિગ્રહ લીધે! અતિઉંચ તપસ્યાથી અને સંયમ ધર્મના ઉત્તમ પરિપાલનથી શ્રી નંદન મુનિ સાચા અર્થમાં મહામુનિ બન્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org