________________
ધર્મવૃક્ષના મધુરફળ
[૫૧] વૈતાઢ્ય પર્વતની ગુફામાં બન્ને બાજુ ઓગણપચાસ માંડલા આલેખી ચક્રવતીની કાયમી યાદી રાખવાનું કામ કરે. આ સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રિય એ ચૌદ રત્ન દેવતાધિષ્ઠિત હોવાથી આજ્ઞાંકિત સેવકની માફક ચક્રવર્તી રાજાની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા પ્રતિપળે તયાર હેય. આ ચૌદ રત્નની અનુપમ સહાયથી પ્રિય મિત્ર રાજાએ છ ખંડ પૃથ્વીને સાધી બત્રીસ હજાર રાજાઓને પિતાને વશવર્તી બનાવ્યા. તેમની પાસેથી મણિમાણેક વગેરે અનર્ગલ સંપત્તિ મેળવવા ઉપરાંત ગંગાનદીના મુખમાથી નૈસર્પ પાંડુક, પિંગલ, સર્વ રત્ન, મહાપધ, કાળ, મહાકાળ, માણવક અને શંખ એ નામના દેવેથી અધિષ્ઠિત અને અભિનવ સુખ સામગ્રીથી ભરપુર પલ્યોપમના આયુષ્યવાળા નવનિધાને પ્રાપ્ત કર્યા.
આ રીતે દિગ્વિજયથી પ્રાપ્ત થયેલ અનુપમ સંપત્તિ સાથે પ્રિય મિત્ર રાજાએ પિતાની રાજધાની મૂકાનગરીમાં મહામહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. દેવતાઓ અને બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓ મળીને તેમને ચક્રવર્તી તરીકે મહાઅભિષેક મહોત્સવ બાર વરસ સુધી ઉજવ્યો. આ સમયમાં ચકવીરાજાએ અનેક દીન અનાથને દાન ધારાથી કૃતાર્થ કર્યા. પ્રજાને સાતે પ્રકારના સુખ આપવા સાથે ન્યાય નીતિ અને ધર્મભાવના અમિસ્ત્રોત વહાવતા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જનથી રાજ્યશ્રીને સફળ કરતાં અપરવિદેહની છખંડ પૃથ્વીનું એકછત્રી રાજ્ય પ્રતિપાલન કરતા વરસ વીતતા રહ્યા. પૂર્વભવમાં ઉપાર્જન કરેલ ભેગકર્મના અનુભવથી અનુપમ પૌગલિક સુખના ભોક્તા બની સંપૂર્ણ સંસારી સુખની ટોચે પહોંચેલા પ્રિય મિત્ર ચક્રવતી સ્વયંવરા રાજકુલીન ચેસઠ હજાર રાણીઓ સાથે દિવ્ય સાહેબીમાં મહાલતા મન માનતા ભેગ ભેગવતાં પરમ સંતુષ્ટ ચિત્તથી પુણ્યધર્મની સાધના કરતાં રહ્યા. ખરેખર શુદ્ધભાવથી આરાધેલ ધર્મકલ્પવૃક્ષ બે પ્રકારે સુમધુર ફળ આપે છે. એક સંસારી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org