________________
[૫૦]
શ્રી મહાવીર જીવનત હાથમાં સોંપી નિવૃત થયા અને વૈરાગ્ય ભાવથી ત્યાગપંથે જવા માટે તૈયાર થયેલા એ માતપિતાને પ્રિયમિત્ર રાજાએ નિષ્કમણુ મહોત્સવ ઉજવ્યો. ધનંજ્ય રાજર્ષિ અને ધારિણદેવી સાથ્વી બની સદ્ગુરુ સમાગમમાં રહી યમ નિયમ પૂર્વક સંયમ ધર્મની સાધના કરતાં શાસ્ત્રઅભ્યાસમાં પ્રવૃત થયા.
ન્યાયનીતિના સંગે રાજ્યનું પાલન કરતાં પ્રિય મિત્ર રાજાને પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી કાળક્રમે ચક્રવતીના ભંગ પૂરક ચૌદ રત્ન પ્રાપ્ત થયા. તેમાં પ્રથમ સેનાપતિરત્ન લડાઈ કરવામાં નિષ્ણાંત હતું. બીજું ગૃહપતિરત્ન વિવિધ પ્રકારની રસોઈ બનાવવામાં નિપુણ હતું. ત્રીજું પુરોહિતરત્ન ડોકટરી કામમાં સહાયક હતું. એથું અશ્વરત્ન અને પાંચમું હસ્તિરત્ન ચક્રવર્તીને વાહન તરીકે ઉપયોગી હતા. છઠું વાકોરને ઈજનેરી કામમાં નિષ્ણાત હતું. અને સાતમું સ્ત્રીરત્ન ચકવતીના ભંગ સુખમાં સહાયક હતું. તે સિવાય પ્રથમ ચક્રરત્ન દિગ્વિજ્ય કરવા નીકળેલા ચકવતીને ભેમીયાની જેમ માર્ગદર્શક બને, બીજું ખડગરત્ન, લડાઈમાં ઉપયોગી થાય, ત્રીજું છત્રરત્ન એક ધનુષ્ય પ્રમાણ હોય પણ જરૂર પડતાં ચક્રવર્તીના હસ્તસ્પર્શથી બાર જોજન લાંબુ પહેલું થઈ સેનાને છાંયે આપે, ચોથું ચર્મરત્ન બે હાથનું હોય પણ જરૂર પડે ત્યારે ચક્રવતીના સ્પર્શથી બારયેાજન વિસ્તૃત બની સવારે વાવેલા ધાન્યને ફળને સાંજે જ પકાવીને તૈયાર કરે. ચક્રવર્તીની દીર્ઘસેનાને અન્ન સહાયક બને. એક હાથ પ્રમાણ પાંચમું દંડરત્ન ખાડાટેકરાવાળી જમીનને સમતલ બનાવે તેમજ તમિસ્ત્રાદિ ગુફાઓના દરવાજા ખોલવામાં સહાયભૂત બને. છડું મણિરત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળું હોય. એ રત્ન શારીરિક રેગેના ઉપશમન સાથે ઘેર અંધકારમાં દીપકનું કાર્ય બજાવે, અને સાતમું કાંકિણીરત્ન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org