________________
દયાને દરિયે
[૪૭] કરે તે તું રાજા પાસે જઈને ફરિયાદ કરે, પણ આ મુંગા પશુઓ કેની પાસે જઈને ફરિયાદ કરે? તેમજ આ જીવહિંસાથી બંધાયેલા કુકર્મના કડવા ફળ તે તારે ભવભવ સુધી જોગવવા પડશે! સમજ ભાઈ! આજીવિકા ચલાવવાના આ સિવાય ઘણાય નિર્દોષ ધંધા છે. તું આવા પાપથી તારા આત્માને શા માટે મલિન કરી રહ્યો છે? છેડી મૂક ભાઈ! એ નિર્દોષ પશુઓને છેડી મૂક! તારે ધન જોઈએ તે મારી પાસેથી લઈ જજે ! “રાજાના દયાભીના વચનેથી શિકારીનું પાષાણ હૈયું પણ પલળી ગયું. તેના દિલમાં દયાના અંકુરે પ્રગટયા અને જાળમાં પકડાયેલા બધા હરણીયાઓને જીવતાં છોડી મૂક્યા! મુક્ત થયેલા હરણીયા રાજા સામે પ્રસન્ન નજરે જોતાં મેટી ફાળ ભરતાં વનમાં નાસી ગયા ! ફરીને પણ શિકારીને બોધ વચનથી સમજાવી તેની પાસે જીવહિંસા સદંતર બંધ કરાવી. શિકારી દાનવમાંથી માનવ બની પાપભીરૂ બન્યા અને વન્ય પશુઓને સજીવન રહેવાનું વરદાન મળ્યું !
આ રીતે દયાના દરિયા સમા વિમલરાજા અનેક જીવને અભયદાન આપીને અહિંસા ધર્મના પાલક બન્યા. આવા અહિંસા ધર્મના પાલનથી ચકવર્તીને યોગ્ય ભેગકર્મના ઉપાર્જન સાથે પુણ્યાનુબંધી પુણ્ય અર્જન કરી મનુષ્ય ગતિને વેગ્ય આયુષ્ય કર્મને બધ કર્યો. અનુપમ દયાના પરિણામથી વિમલરાજ “દયાના દરિયા” તરીકે ખ્યાતિ પામ્યા. ઘણું વરસે સુધી રાજ્યપાલન કરતાં ન્યાયી અને પ્રજાવત્સલ વિમલરાજાને જીવનના ઉત્તર કાલમાં વૈરાગ્ય જાગે! જૈન મુનિવરેને સમાગમથી દઢ ધમી બન્યા. અનુકૂળ સમય આવતાં રાજ્યની સુંદર વ્યવસ્થા કરી આ માયાવી સંસારનો ત્યાગ કરી સર્વવિરતિધર ધર્મ સ્વીકારી મહામુનિ બન્યા !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org