________________
[૪૬]
શ્રી મહાવીર જીવનજ્યોત રાજ્યમાં મનુષ્ય તે સુરક્ષિત હતા પણ સાથે સૌમ્ય અને કર દરેક પશુઓ પણ સુરક્ષિત હતા ! પ્રજાને કરમુક્ત, ધર્મયુક્ત અને પાપમુક્ત બનાવી દયાળુ વિમલરાજાએ “યથા રાજા તથા પ્રજા” એ કહેવતને સાચી કરી બતાવી હતી. આવા પ્રતાપી અને પુણ્યશાળી રાજાના નેતૃત્વ નીચે પ્રજા સંપૂર્ણ સુખી હેય એમાં નવાઈ શી? સેનામાં સુગંધના આરોપની જેમ ન્યાયી રાજ અને વિનયી પ્રજાને સુમેળ સધાયો હતો.
મહાપુરુષને આત્મા જ્યાં હોય ત્યાં પિતાની અનેરી આભા પ્રસરાવતો હોય છે. તેમ વિમલરાજાને આત્મા દયા અને દાનના ઝરણું વહાવી સંસ્કાર સૌરભ રેલાવી રહ્યો હતો.
એક વખત વિમલરાજા સપરિવાર વનક્રિડા કરવા માટે નગર બહાર નીકળી ફરતાં ફરતાં ઘણે દૂર નીકળી ગયા, ત્યાં કઈ શિકારીએ પિતાની આજીવિકા માટે નિર્દોષ હરણ વગેરે પશુઓને પકડવા માટે એક મોટી જાળ બિછાવી હતી. તેમાં સંગીતરસની લાલચે સપડાયેલા કેટલાક હરણિયાએ એ જાળમાંથી છૂટવા માટે ચીચીયારીઓ મારતા તરફડી રહ્યા હતા! આ હરણીયાઓને તરફડાટથી વિમલરાજાનું હૃદયે ભારે વિવલ બની ગયું. પારધિની જાળમાં સપડાયેલા ભલા ભોળા અને મુંગા હરણયાઓની કારમી વ્યથા જેઈને તેમના દિલમાં દયાને દરિયે ઉછળી પડે ! પારધિ પાસે જઈ મીઠા વચનથી તેને સમજાવતાં કહ્યું, “ભાઈ સૌને પિતનું જીવન વહાલું હોય છે. કેઈને મરવું ગમતું નથી. આ નિર્દોષ પશુઓએ તારે શે અપરાધ કર્યો છે કે તે તેમને જાનથી મારી નાખવા તૈયાર થયે છે! થેડા સ્વાર્થને ખાતર જીવ હિંસા કરવી એ મહાપાપ છે. આ મુંગા જી કેવા વલવલે છે? એમને કુરતાપૂર્વક મારી નાખવા જરાય વ્યાજબી નથી. વિચાર કર ! તને પિતાને પકડીને કેઈ મારી નાખવાની તૈયારી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org