________________
દયાને દરિયે
[૪૫] વામાં જરાય કંજુસાઈ કરતાં ન હતા. બકે પ્રજાને કરમુક્ત રાખી જરૂર પડે ત્યારે પ્રજાના કલ્યાણ માટે પોતાનો રાજભંડાર ખુલ્લો મૂકી દેતા. આથી તેમના અહેશાન તળે દબાયેલી પ્રજા પણ રાજ્યને વફાદાર રહી સમય આવે પિતાના સર્વસ્વનો ભંગ આપવા તત્પર રહેતી. જે રાજ્યમાં રાજા તરફથી પ્રજાને પૂર્ણ સંતોષ હોય, જ્યાં વ્યસને કે અન્ય ઉપદ્રવથી પ્રજા સુરક્ષિત હોય તે રાજ્ય સુરાજ્ય કહેવાય છે. વિમળરાજાએ પોતાના શાસન કાળમાં આવા સુરાજ્યની સ્થાપના કરી. પિતા કરતાં સવાઈ કીર્તિ સંપાદન કરી “બાપ કરતાં બેટો સવા” એ કહેવતને યથાર્થ કરી બતાવી હતી. પ્રજાના સડસ સહસ્ત્ર હૈયા પ્રતિ પ્રભાતે અને શયન સમયે સહસ્ત્રગમે શુભાશિષે પાઠવતા રહેતા. વિમલરાજા પ્રજાને સંતોષ આપવામાં આનંદ માનતા. પ્રજા વિમલરાજાને અનુકૂળ થવામાં આનંદ માનતી. રાજા ન્યાયી અને પ્રજા સંતોષી હોય તે આ સંસારમાં જ સ્વર્ગ છે. એ રીતે રાજા અને પ્રજા બને પિતાને જીવનકાળ સ્વર્ગીય સુખના અનુભવ પૂર્વક પસાર કરી રહ્યા હતા.
રિજા લઈ ઘાં વિમલરાજાના દિલરૂપી દરિયામાં દયા ધર્મ હિલેળા મારી રહ્યો હતો. તીર્થંકર પદવી મેળવનાર આત્માઓમાં દયા અને દાન એ ગુણેની મૂખ્યતા હોય છે. નયસારના ભવમાં આરાધેલ દાનધર્મ આ બાવીશમા વિમલરાજાના ભાવમાં સંપૂર્ણ પણે ઉદયમાં આવ્યો હતે. દીનઅનાથને ઉદ્ધાર માટે અને સાતેક્ષેત્રના પોષણ માટે તેમની પુણ્યાનુબંધી પુણ્યથી મેળવેલી લક્ષ્મીને સદ્વ્યય થત રહે. તેમજ વિમલરાજાએ પ્રેરણાત્મક સમજુતિથી પ્રજાને નિર્વ્યસની સદાચારી અને સદ્વિચારી બનાવી હોવાથી તેમની નિશ્રામાં એ પ્રજા પણ ધર્માનુરાગી બની હતી. તેમણે ક્ષાત્રધર્મમાં મૂખ્ય મનાતા શિકારને સદંતર બંધ કરાવ્યા હોવાથી તેમના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org