________________
[૪૪]
શ્રી મહાવીર જીવતા હતું! વિમળકુમારને મિત્રો પણ તેમના જેવા સંસ્કારી મળ્યા હતા. વિચારોને અનુરૂપ મિત્ર મેળવવો કઠિન હોવા છતાં વિમળકુમારે એ કઠિનતા સુગમતામાં ફેરવી નાખી હતી. એટલે કે ઈ વ્યસની આત્મા તેમને મિત્ર બની ગયો હોય તો તેને વ્યસનોથી થતી બરબાદી સમજાવી તેને નિર્વ્યસની બનાવી દેતા સમાન વયના મિત્રવર્ગ સાથે નિર્દોષ ધર્મચર્ચાઓમાં તેમનો સમય વીતી રહ્યો.
રૂપગુણ અને જ્ઞાન સંપન્ન પુત્રને યૌવન અવસ્થામાં આવેલે જાણ માતપિતાએ અનુકુળ એવી અનેક રાજકન્યાઓ સાથે ઘણું આડંબરથી પરણાવી આંખની કીકી સમા એકના એક પુત્ર શ્રી વિમળકુમારને લગ્નમહોત્સવ ઉજવી રાજ્યાભિષેક મહોત્સવ પણ ઉજવ્યો અને પૂર્ણ સંતોષથી પિતાને સંપૂર્ણ સુખી માનતા પ્રિય મિત્ર રાજા અને વિમળાદેવી રાણી આડરસની સાધનાથી પરિપૂર્ણ સંસારના સર્વ પ્રકારના સુખને અનુભવી માયા અને મમતાને સંકેલી નવમાં રાધિરાજ શ્રી શાંતરસની સાધના કરવા રૂપ ધર્મધ્યાનમાં અને ધર્મ આરાધનામાં મન વચન કાયાનું એકીકરણ સાધી ગુરુગમથી શ્રવણ કરેલ પ્રભુવાણીના મનન, શ્રી વીતરાગ પરમાત્માના સ્મરણ અને શ્રી નવકાર મહામંત્રના નિત્ય ચિંતન સાથે શેષ જીંદગી વિતાવી દેવકગામી બન્યા.
માતાપિતાના વાત્સલ્યભાવને યાદ કરતાં અછુપૂર્ણ નેત્રે બન્નેનો મૃત્યુમહોત્સવ ઉજવી વિમળરાજાએ માતપિતાનું નામ ઉજ્વલ કર્યું. પિતાતરફથી પ્રાપ્ત થયેલ રાજ્યલક્ષ્મીને મેળવી એક સમર્થ રાજા બન્યો હોવા છતાં માતા તરફથી મેળવેલી સંસ્કાર લક્ષ્મીને સહયોગથી તેમનામાં જરાય અભિમાન ન હતું.
તેમની રાજનીતિ ધર્મભાવથી પરિપૂર્ણ હોવાથી પિતે જાતે પ્રજાના સુખદુઃખથી માહિતગાર બની સગવડભર્યા સાધનો આપ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org