________________
દયાનો દરિયે
[૪૩] શાંત અને સૌમ્યા હતે. “ પુત્રના ગુણ પારણામાં પરખાય” તેમ વિમળકુમારના સ્વભાવિક ગુણે બાલ્યવયથી જ માતપિતાને પ્રદ ઉત્પન્ન કરાવી રહ્યા હતા. એ બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ રૂપાળા અને દેખાવડા પુત્રનું વર્તન માતાપિતાને વધુને વધુ પ્રિય લાગતું ગયું. માતાપિતાની એક આશા સમાં બાળકો જ્યારે બાળભાવમાં રમતાં હોય ત્યારે નિર્દોષભાવથી માતાપિતાના પ્યારને પામે.... યુવાન થતાં સત્કૃત્યોથી કુળને અજવાળી કુળદીપક બને. માતાપિતાની આજ્ઞાપાલન સાથે ઉચિત સેવા ભક્તિથી વિનયી પુત્ર બને ત્યારે માતાપિતાના આંતરિક પ્રસન્નતાપૂર્ણ શતઃશતઃ શુભાશિર્વાદને પાત્ર બને છે. પણ જ્યારે બાલ્યવયમાં અવિનયથી અને મોટા થતાં અપકૃત્યથી કુળને શ્યામ બનાવી કુલાંગાર બને છે ત્યારે માતાપિતાના એ ફફડેલાં હૈયા અને ઉકળેલા અંતર હાય પોકારી ઉઠે છે. ત્યારે આનંદના સ્થાન સમા પુત્રે માતાપિતાને શત્રુ સમા બની જાય છે! પરંતુ આ વિમળકુમાર ઉચ્ચકેટીના આત્મા હેવાથી તેમને જન્મ થતાં તેમના કુળમાં આનંદનું સામ્રાજ્ય પથરાઈ ગયું. ધીરેધીરે મોટા થતાં પૂર્વભવજન્ય સંસ્કારથી સુવાસિત બનીને પુરુષને યોગ્ય બહોતેર કળાઓમાં પારંગત થયા. તેમજ તેતેરમી ધર્મકળા પણ જીવનમાં વિકસાવી, તેમાં સવિશેષ નિપુણતા મેળવી. બાલ્યવયથી જ તેમની માતા વિમળાદેવીએ તેમને પાપને ડર રાખતા શીખવ્યું હોવાથી વિમલકુમાર ભારે પાપભીરૂ બન્યા.
જીવનમાં પ્રાથમિક ગુણ તરીકે પાપનો ડર આવી જાય તે તેની પાછળ ઘણું સદ્ગુણે ખેંચાઈને આવે છે. રાજકુળમાં સ્વાભાવિક રીતે ખેલાતાં જુગાર, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યાગમન, શિકાર. ચેરી અને પરસ્ત્રીગમન એ સાતે વ્યસનથી જીવનને સુરક્ષિત રાખ્યું હતું! જીવનના સત્વને જલાવી દેવામાં અગ્નિ સરખા એ વ્યસનોનું નામ પણ તેમને વ્યસનરૂપ એટલે દુઃખરૂપ બની ગયું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org