________________
૫. દયાનો દરિયો
નયસારના આત્માએ મહાવીર બનવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શુભાશુભ કર્મબંધનના યોગે અનેક રીતે ચડતી પડતીના અંધારા અજવાળા જોયા! વાસુદેવને અઢાર ભવે પૂર્ણ કરી ઓગણીસમા ભવમાં સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વશમા ભવમાં કુર પરિણામી સિંહનો અવતાર પામ્યા. તેમાં ફરી જીવહિંસાથી પાપે એકઠા કરી એક્વાશમાં ભવમાં ચેથી નારકીમાં ઉત્પન્ન થયા. ત્યારપછી પણ ચારે ગતિમાં અનેક ક્ષુલ્લક ભવો કરી કિલષ્ઠ કર્મો વેશ્યા, એની કઈ ગણતરી નથી, અકામ નિર્જરા કરતાં કરતાં ફરી પાછો એ આત્મા ઉચ્ચ પરિણામી બન્યો ! એના સર્વ અશુભ કર્યો શમી ગયા!
એ સમયમાં રથનુપુર નગરમાં ક્ષાત્રતેજથી જળક્ત પ્રિયમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલ ગુણસંપન્ન વિમળાદેવી નામે એક રાણી હતી. વિમળાદેવી નામ પ્રમાણે નિર્મળ સ્વભાવી હતી. હંસલા જેમ માનસરોવરમાં જન્મ ધારણ કરે તેમ નયસારનો આત્મા બાવીસમા ભવમાં એ રાણીના કુક્ષી સરોવરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો ! એગ્ય સમયે તેને જન્મ થતાં જન્મત્સવ ઉજવવા પૂર્વક માતાપિતાએ તે બાળકનું વિમળકુમાર એવું ગુણનિષ્પન્ન નામ પાડયું. વિમળકુમાર બાળપણથી જ ખૂબજ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org