________________
સંસારની વિચિત્રતા!
[૪૧] ચોર્યાસી લાખ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૌદ્રધ્યાનથી મરણ પામી સાતમી નારકીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યથી નારકીપણે ઉત્પન્ન થયા !
વાસુદેવના મરણથી ગાઢ સ્નેહના કારણે બળદેવ અચલકુમાર ભારે વ્યથિત થયા. વિવેકી હોવા છતાં અશુઓની લાલકે ક્ષાલકે વાસુદેવના દેહને પ્રક્ષાલન કરી તેમને સંજીવન કરવા મડ્યા!
સ્નેહના બંધનો સમજુ આત્માઓને પણ ભીંસતા હોય છે ! વૃદ્ધ પુરુષોની ઘણી ઘણી સમજાવટથી વાસુદેવના દેહને અગ્નિસંસ્કાર કરવા માટે છુટો કર્યો. ત્યારપછી પણ ઘણે સમય ભાઈને યાદ કરતાં આધ્યાનમાં વિતાવ્યો ! એક વખત તેમને અચાનક પૂર્વે સાંભળેલી શ્રી શ્રેયાંસનાથ પ્રભુની દેશના યાદ આવી. સંસારની વિચિત્રતા સમજાણી. આર્તધ્યાનને દૂર કરી અચલકુમાર ધર્મધ્યાનમાં પરોવાયા. આખરે ધર્મઘોષ મુનીશ્વર પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી અચલમુનિ બન્યા. “સંયમના અનુષ્ઠાનોનું સેવન કરતાં મનથી નિર્મોહી બન્યા, વચનથી ધર્મપ્રભાવક બન્યા, અને કાયાથી મહાતપસ્વી બન્યા! ક્ષાયિક સમક્તિના સ્વામી બનેલા અચલમુનિ તપબળથી ઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી મુક્તિનગરમાં જઈ વસ્યા ! જુઓ, આ સંસારની વિચિત્રતા ! વાસુદેવ અને બળદેવ એકજ કુળમાં જનમ્યા! એક સરખા સંસ્કારો પામ્યા ! એક સરખી ભેગસામગ્રી પામ્યા! એક સરખી બન્ને વચ્ચે એક્તાની અનુપમ અભેદરેખા ! છતાં આત્માના ભાવો સાવ જુદા ! એક ભાઈ સંસારમાં આસક્ત અને આરંભ સમારંભમાં રક્ત બની નરકમાં ગયે ! બીજો ભાઈ સંસારથી વિરક્ત બની અનાસક્ત ભાવની સાધના કરી મોક્ષમાં ગયે!
આવી છે. આ સંસારની વિચિત્રતા!!!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org