________________
[૪૦]
શ્રી મહાવીર જીવન ચગાવી વાસુદેવને રીઝવી રહ્યા હતા! અર્ધરાત્રિનો સમય થતાં વાસુદેવની આંખો ઉંઘથી ઘેરાવા લાગી ! આથી તેમણે સૈયાપાલકને કહ્યું કે “હું ઉંઘી જઉં ત્યારે આ સંગીત બંધ કરાવી દેજે.” એમ કહી થોડીવારમાં જ નિદ્રાધિન બની ગયા. શિયાપાલકને પણ એ સંગીતનો ચસકે લાગ્યો હોવાથી વાસુદેવની આજ્ઞા વીસરી ગયું અને સંગીતની લહેજત માણતો રહ્યો ! ચતુર્થ પ્રહરે વાસુદેવ અચાનક જાગ્રત થતાં સંગીતને ચાલુ રહેલું જોઈ શૈયાપાલકને ધમકાવ્યો. ભયના માર્યા સંગીતકાર ચાલ્યા ગયા. કાલે શું થશે એની ચિંતામાં બિચારે શિયાપાલક ધ્રુજતે બેસી રહ્યો. પ્રભાત થતાં દૈનિક કાર્યથી પરવારી વાસુદેવ સભામાં ગયા અને રાતની વાત યાદ કરી શૈયાપાલકને બોલાવીને સભા સમક્ષ સત્તાવાહી સ્વરે ગર્જના કરી “આ શિયાપાલકને મારી આજ્ઞા કરતાં પણ રાત્રે સંગીત વધુ પ્રિય લાગ્યું હતું. તેથી મારી આજ્ઞાન ભંગ કરવા બદલ તેના કાનમાં ઉકાળેલું સીસું રેડવાની હું આજ્ઞા કરૂં છું.” સેવકોએ તેમની આ કુર આજ્ઞાનું પાલન કરતાં શૈયાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાયું. ભયંકર વેદનાથી તરફડતે શૈયાપાલક તુરત મરણ પામ્યા ! સત્તામાં અંધ બનેલા વાસુદેવે નિય બની અનેક આત્માઓને આ રીતે ભયંકર અશાતા ઉપજાવી હીનવિપાકેદયવાળા અશાતા વેદનીય કર્મને નિકાચિત બંધ કર્યો. સત્તા મળી, સંપત્તિ મળી પણ પાપાનુબંધી પુણ્યના ઉદયથી શાણપણ ન મળ્યું. પુણ્યના ફળને ભેગવતાં પાપનાબંધનથી મજબૂત બંધાઈ ગયા. !
પચીશ હજાર વર્ષ કુમારપણામાં, તેટલા જ વર્ષે માંડલિકપણામાં, એક હજાર વર્ષ દિગ્વિજય કરવામાં અને ચાંસી લાખ ઓગણપચાસ હજાર વર્ષ સુધી ત્રિખંડ પૃથ્વીનું રાજ્ય કરી વાસુદેવ પદવીને ભેગવી સાતમી નારકીને યોગ્ય આયુષ્ય બાંધી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org