________________
સંસારની વિચિત્રતા !
[૩૯] એ અરસામાં અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુ તીર્થપ્રવર્તાન માટે વિચરતાં વિચરતાં એક વખતે પિતનપુર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. દેવતાઓએ ત્રણગઢ યુક્ત સમવસરણની રચના કરી. પ્રભુ પૂર્વાભિમુખે બિરાજમાન થયા. ઉદ્યાનપાલકે એ વાસુદેવને પ્રભુ પધાર્યાની વધામણ આપતાં હર્ષ પુલકિત બની ચતુરંગી સેના સજજ કરી ત્રિપૃષ્ણકુમાર અને અચલકુમાર પ્રભુને વંદન કરવા ચાલ્યા. વંદન કરી પ્રભુના મુખે વૈરાગ્યવાહિની દેશના શ્રવણ કરી આનંદિત બન્યા, સુમધુર શીતલ દેશના જલથી ભવ્યજનોને સ્નાન કરાવી પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા. - ત્રિપૃષ્ણકુમારે વાસુદેવપણને એગ્ય સુખસામગ્રી મેળવી. પૌત્રલિક સુખમાં આસક્ત બની ગયા. રાજકુલમાં ઉત્પન્ન થયેલી બત્રીસ હજાર રાણુઓ પરણ્યા હતા. તેમાં સ્વયંપ્રભાને પટ્ટરાણી પદે સ્થાપી હતી. તેના થકી જય, વિજય નામના બે પુત્ર થયા હતા. આ વિપુલ રાજવૈભવમાં ચકચૂર બનેલા વાસુદેવે પાંચે ઇન્દ્રિયના વિષયને તૃપ્ત કરવા અનેક પાપકારી સાધને વસાવ્યા. તેમના જીવનમાં સાતે વ્યસનો અડો જમાવીને રહ્યા હતા. સત્તાના કેફમાં અને વિષયોની આધિનતામાં તેમના અધ્યવસાયો હંમેશાં કુર રહેતા હોવાથી પુણ્યપ્રભાવ અજબ કેટીન હોવા છતાં પાપાનબંધી પુણ્યવાળે હોવાથી અશુભકર્મના પાપઅર્જનથી ભારેકમી બનતા રહ્યા.
એક વખત સુરસંગીતના જાણકાર કેટલાક સંગીતકારે તેમની પાસે આવ્યા. તેમની મધુર ગીતકળાથી રંજિત થયેલા વાસુદેવે કાયમને માટે એ સંગીતકારોને પોતાની પાસે રેકી લીધા! અને એ સંગીતના આસ્વાદનમાં લટ્ટ બનીને રાત દિવસ સંગીતની રસલહાણ લુંટતા રહ્યા! એક રાત્રિના સમયે સંગીતની મહેફીલ જામી હતી. સંગીતકારો પિતાની સંગીતકળાને પુરબહારમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org