________________
[૩૮]
શ્રી મહાવીર જીવનત અને વિષયલોલુપતાથી કરેલા કાળા કરમના દેવા ચૂકવવા સાતમી નરકમાં પહોંચી ગયો ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ તે આનું નામ ! પિતાના જ શત્રે પિતે મરાયો! પ્રતિવાસુદેવને કરૂણ પરાજય થતાં તેના તાબાના બધા રાજાઓ દેવવાણીથી ત્રિપૃષ્ણકુમારના શરણે ગયા. ત્રિપૃષ્ણકુમારનો જવલંત વિજય થતાં ચોતરફ જ્યનાદ ગઈ ઉક્યો! અંતરીક્ષમાં દેએ “ભરતક્ષેત્રમાં વર્તતા અવસર્પિણી કાલમાં આ ત્રિપૃષ્ણકુમાર પ્રથમ વાસુદેવપણે અને અચલકુમાર પ્રથમ બળદેવપણે ઉત્પન્ન થયા છે એવી ઉદઘોષણા કરી. ત્યારપછી અપૂર્વ વિજયને વરેલા અચલકુમાર અને ત્રિપૃષ્ણકુમાર સર્વ રાજસમૂહ સાથે પોતાની રાજધાની પતનપુર નગરમાં આવી દેવાએ આપેલા દેવી છ હથીયારે અને સાતમું સુદર્શનચક્ર સાથે લઈ ચતુરંગીસેના સજ્જ કરી દિગ્વિજય કરવા નીકળ્યા. ટૂંક સમયમાં ત્રિખંડ પૃથ્વીમાં પિતાની આજ્ઞા ફેલાવી પિતાની રાજધાનીમાં પાછા ફરતાં માર્ગમાં મગધદેશમાં એક કોડ પુરુષોથી ઉપાડી શકાય એવી કોટીશીલાને જેઈ ડાબા હાથની ટચલી આંગળીના ટેરવાથી મસ્તક સુધી ઉંચી કરી પરિવાર વર્ગને પોતાની શક્તિને પરિચય કરાવ્ય! તેમનું અનુપમ બળ જોઈ સો આશ્ચર્ય પામ્યા! પતનપુરની પ્રજાએ નૂતનરાજાને સત્કારવા નગરને કળાકૌશલ્યથી શણગાયું. એ દેવતાઈનગર સમ શેભતી રાજધાનીમાં ભારે ઠાઠમાઠ સાથે ગજરાજ ઉપર બેઠેલા ત્રિપૃષ્ટકુમાર અને અચલકુમારને પ્રજાજનોએ ઘણા હર્ષથી વધાવ્યા. પ્રવેશ મહત્સવ ઉજવાયા પછી સોળહજાર રાજાઓ અને અસંખ્ય દેવતાઓએ મહેસૂવપૂર્વક ત્રિપૃષ્ણકુમારને વાસુદેવ અને અચલકુમારને બળદેવ તરીકે અભિષેક કર્યો. આ બાંધવ બેલડીએ બાહુબળથી અર્જન કરેલી ત્રણ ખંડ પૃથ્વીમાં પોતાની આણ પ્રવર્તાવવા પૂર્વક સુરાજ્યની સ્થાપના કરી સંસારના સર્વ પ્રકારના સુખ ભોગવતાં કેટલાક સમય પસાર થયે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org