________________
સંસારની વિચિત્રતા !
[ ૩૭] પિતે ચતુરંગી સૈન્ય સજજ કરી રાવર્ત પર્વત પર જ્વલન જટી રાજાના આમંત્રણથી લડવા ચાલ્યો ! બન્ને પક્ષે ખૂનખાર લડાઈ જામી. તે વખતે જવલનજી રાજાએ પોતાના જમાઈ શ્રી ત્રિપૃષ્ણકુમાર અને અચલકુમારને ઘણી વિદ્યાઓ આપી, જે બન્ને ભાઈઓએ ધ્યાન અને જપથી સિદ્ધ કરી લીધી. અવીવ રાજાનું સૈન્ય પીછેહઠ કરતાં અલ્પગ્રીવ રાજા પિતે રણસંગ્રામે ચડ્યો. ત્યારે ત્રિપૃષ્ણકુમારને પણ તેને સામનો કરવાની ફરજ પડતાં દેવતાઓએ શાંગધનુષ્ય, કૌમુદિની ગદા, પાંચજન્ય શંખ, કૌસ્તુભમણિ નંદક ખડગ અને વનમાળા નામની માળા તેમને તથા અચલકુમારને સંવર્તક હળ, સૌનંદમુશળ અને ચંદ્રિકા નામની ગદા વગેરે હિથીયારે આપ્યા. દેવે પાસેથી દિવ્યશસ્ત્રો મળવાથી તેમનો સૈન્ય પરિવાર ભારે ઉત્સાહમાં આવી ગયે!
અશ્વગ્રીવ રાજા અને ત્રિપૃષ્ણકુમાર. સામસામે આવી ગયા. સૌ પ્રથમ પાંચજન્ય શંખ ફેંક્યો ત્યા શત્રુ સૈન્ય થડકી ઉઠયું. ત્યારપછી વારાફરતી અન્ય શસ્ત્રોનો ઉપગ ત્રિપૃષ્ણકુમાર કરવા લાગ્યા. અશ્વગ્રીવ રાજા પણ ભારે યુદ્ધ ખેલાડી હતો ! અનેક દાવપેચ ખેલી જાતે હતે ! પણ આજે તેની પુણ્યપુંછ ખલાસ થવા આવી હોવાથી તેને બધા દાવે નિષ્ફળ જવા લાગ્યા. ધીરે ધીરે નબળો પડતે ગયો. સૈન્યમાં ભંગાણ પડવા લાગ્યું. તેની પાસેથી બધા હથીયારો ખુટી ગયા ? હવે છેલ્લા શસ્ત્ર તરીકે એક સુદર્શનચક બાકી રહેતા જીતવાના પૂર્ણ વિશ્વાસ સાથે ત્રિપૃષ્ટકુમાર તરફ ફેંકયું ! એ ચક ત્રિપૃષ્ણકુમારના શરીર સાથે અથડાયું, તેના આઘાતથી ક્ષણભર મૂછનો અનુભવ કરી પુણ્ય પુષ્ટ ત્રિપૃષ્ણકુમારે એ સુદર્શનચકને હાથમાં લઈ ગોળ ગોળ ફેરવી અવીવ રાજા સામે છેડ્યું. તેને સ્પર્શતાની સાથે જ તેના દેહના બે ભાગ થઈ ગયા. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીના રાજ્યને છોડી અવગ્રીવનો આત્મા આરંભ સમારંભ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org