________________
સંસારની વિચિત્રતા !
[૩૫] ઘાતકને ઘાત વહેલી તકે કરી નિર્ભય બનવાની મથામણમાં ગુંચવાઈ અનેક પેંતરા રચવા માંડ્યાં.
એ અવસરે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીના રથનપુરચક્રવાલ નગરના અધિપતિ વિદ્યાધર શ્રેષ્ટ જવલનફટી રાજાને ચેસઠકળાએમાં પારંગત અને રૂપમાં રંભા સમી સ્વયંપ્રભા નામની એક સુંદર કન્યા હતી. જેણે હજારે સ્ત્રીઓની સાથે અભિનંદન અને જગનંદન મુનિઓની દેશના શ્રવણથી પ્રતિબધ પામી શ્રાવિકા ધર્મને સ્વીકાર્યો હતે. નિયમિત જિનપૂજન વ્રતનિયમમાં એકચિત્તવાળી એ રાજકન્યા કઈ પર્વના દિવસે પૌષધેપવાસના પારણે શ્રી જિનેશ્વર પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી સ્નાત્ર જળ લઈ રાજભુવનમાં આવી પિતા વગેરે પરિવારને એ સ્નાત્ર જળ આપ્યું. આથી પોતાની પુત્રીની આવી સુંદર ધર્મભાવના જોઈ ખુશી થયેલા જવલનજી રાજાના દિલમાં રૂપગુણસંપન્ન અને ધર્મભાવી પુત્રી માટે ભાવિ ભરથાર વિશે ચિંતા જાગી. આ પ્રશ્ન તેણે મંત્રીવર્ગ પાસે મૂકતાં દરેક મંત્રીઓના અલગ અલગ અભિપ્રાય જાણે એક નિર્ણય કરવા તેણે ભિન્નત નામના નિમિત્તજ્ઞને બોલાવી પિતાની પુત્રીના ભાવિ ભરથાર વિશે પૂછતાં તેણે જણાવ્યું કે: “સંપત્તિની દૃષ્ટિએ અત્યારે અશ્વગ્રીવ રાજા યેગ્ય ગણાય પણ એ તે વૃદ્ધ છે. પણ મેં પ્રથમ વાસુદેવની ઉત્પત્તિને કાળ પાકી ગયો છે એમ સાંભળ્યું છે, અને સાંભળવા મુજબ પતનપુર નગરના પ્રજાપતિ રાજાને પુત્ર ત્રિપૃષ્ણકુમાર વાસુદેવપણે પ્રસિદ્ધ થાય તેવા સમાચાર પણ સાંભળ્યા છે. તે રત્નમુદ્રિકા સમી આ રાજકન્યા વૃદ્ધ અશ્વગ્રીવ રાજાને ન આપતાં
એ ત્રિપૃષ્ણકુમારને આપવી યોગ્ય છે.” નિમિત્તજ્ઞની આ વાત રાજાને અને મંત્રીવર્ગને પસંદ પડતાં તેણે પોતાની પુત્રીનું માથું લઈને મરિચિ નામના દૂતને પતનપુર મેકલ્ય. પ્રજાપતિ રાજાએ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org