________________
સંસારની વિચિત્રતા!
[૩૩] તમારા દિકરા તે મારા દિકરા છે હું મહારાજાને આ હકીક્ત નહિ જણાવું.” પણ ચંડવેગ દુત પહોંચે તે પહેલાં જ નાશી ગયેલા સુભટો પાસેથી અશ્વગ્રીવ રાજાએ બધી હકીકત જાણી લીધી હોવાથી ચંડવેગ દૂતને રાજા પાસે સત્ય હકીકત રજુ કરવી પડી. આ એક કારણની પ્રતીતિ મળતાં અવીવ રાજાએ બીજી પ્રતીતિ મેળવવા વારો ન હોવા છતાં પ્રજાપતિ રાજાને શાલિક્ષેત્રનું રક્ષણ કરવા આજ્ઞાપત્ર મોકલાવ્યું. સંદેશ મળતા પ્રજાપતિ રાજાએ બને કુમાને કહ્યું : “જુઓ, આ તમારા અવિનયનું ફળ! આજ્ઞા પાળીએ તે ય મૃત્યુને ભય, ન પાળીએ તે ય મૃત્યુનો ભય સામે ફાળ ભરીને ઉભે છે! તમે રાજ્યની સંભાળ રાખજો, હું રાજાજ્ઞા પાળવા જઉં છું.” પિતાના વચન સાંભળી અને કુમારેએ કહ્યું : “પિતાજી ! આપ જરાય ચિંતાતુર ન થાઓ અને આ કાર્ય માટે અમને આજ્ઞા આપે.” કુમારના આગ્રહથી રાજાએ કચવાતે મને આજ્ઞા આપી. બને કુમારે છેડા પરિવાર સાથે તંગગિરિ તરફ પ્રયાણ કરી ત્યાં પહોંચી ગયા. સૈન્યને શાલિક્ષેત્રે પાસે રાખી બને ભાઈઓએ પોતાના રથ સિંહની ગુફા તરફ હંકાર્યા. રથનો અવાજ સાંભળી સિંહે ઉંચી ડેક કરી જોઈને પાછા સૂઈ ગયે. આ સિંહ બીજે કોઈ નહિ પણ વિશાખાનંદિને જીવ છે, કે જેને મારવા માટે વિશ્વભૂતિ મુનિએ નિયાણું કર્યું હતું ! ભવિતવ્યતાના ગે આજે બન્ને દુશમને સામે આવી ગયા! એક છે પુરુષ સિંહ! બીજે છે પશુ સિંહ! સિંહની આવી ઉપેક્ષાવૃત્તિ જઈ ત્રિપૃષ્ણકુમારે તેને લડવા માટે આહ્વાહન કર્યું ! સિંહ એકાકી તેમ શસ્ત્ર રહિત હોવાથી પોતાને શસ્ત્ર સરંજામ પણ રથમાં મૂકી અચલકુમારની રજા લઈ ત્રિપૃષ્ણકુમાર એકાકીપણે સિંહ ગુફા સામે આવી ઉભા ! સિંહ પણ લડાઈને પડકાર સાંભળી ગુફાની બહાર આવ્યું. બન્નેની નજર ટકરાતા સિંહને જાતિસ્મરણ જ્ઞાન થયું.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org