________________
[૩૨]
શ્રી મહાવીર જીવનજ્યોત રાજા સંગીતની મહેફીલ માણી રહ્યો હતો. તે વખતે આગમનની ખબર આપ્યા વગર વીજળીના ચમકારાની જેમ ચંડવેગ દૂત અચાનક રાજસભામાં દાખલ થયો. અવીવ રાજાના માનીતા દૂતને આમ અચાનક આવેલે જઈ આખી સભા સ્તબ્ધ બની ગઈ ! નાચ, ગાન અને વાજીંત્રોના સ્વર થંભી ગયા! ખુદ પ્રજાપતિરાજ પણ ભ પામી ગયો ! જલ્દી સિંહાસન પરથી નીચે ઉતરી ચંડવેગ દૂતનું સ્વાગત કર્યું. અને બહુમાનપૂર્વક પિતાના અર્ધઆસને બેસાડો અવગ્રીવ રાજાના કુશળ સમાચાર સાથે આવવાનું પ્રયોજન પૂછયું. તે પણ પિતાની હકીકત કહી સંભળાવી. એકાએક સંગીતસભાનો ભંગ કરનાર વ્યક્તિને બહુમાન કરતાં પિતાજીને જોઈ ત્રિપૃષ્ણકુમારને ભારે રોષ ચડ્યો. પાસે બેઠેલા મંત્રીને પૂછયું : “આ અવિવેકી માણસ કેણ છે?”
અશ્વગ્રીવ રાજાનો માનીતે દૂત છે.” એવું મંત્રીમુખથી સાંભળીને સંગીતસભાનો ભંગ કરનાર દૂતને શિક્ષા કરવાનો તેણે નિશ્ચય કર્યો.
ચંડવેગ દૂત પ્રજાપતિ રાજા તરફથી થોડા દિવપ સુધી મહેમાનગતિ માણે ભેગાદો અને રજા લઈ પ્રસન્નતાપૂર્વક ત્યાંથી વિદાય થયો ત્યારે ત્રિપૃષ્ણકુમારને એની જાણ થતાં ગામબહાર નીકળતા દૂતને અટકાવી તેની પાસેની બધી વસ્તુઓ લઈ લીધી. અને સંગીતસભાનો ભંગ કરવાના આક્ષેપ પૂર્વક તે દુતનું માર મરાવીને ભારે અપમાન કર્યું. સાથે રહેલા સુભટો ભયના માર્યા ત્યાંથી પલાયન થઈ ગયા. પ્રજાપતિરાજાને ખબર મળતાં બહુમાન પૂર્વક ફરી ચંડવેગ દૂતને પોતાની પાસે બોલાવી પહેલા કરતાં પણ અધિક સન્માન કર્યું અને રાજકુમારના અવિનયની ક્ષમા માગી. આ હકિકત અશ્વગ્રીવ રાજાને ન જણાવવા ખૂબ ખૂબ આગ્રડુ કર્યો. આદરસત્કારથી પ્રસન્ન થયેલા દૂતે કહ્યું : “રાજન !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org