________________
જ્ઞાનને સારે લાભ આપી ધમને સારે પ્રચાર કર્યો અને જૈન શાસનને તથા ગચ્છના નામને દીપાવ્યું છે. તેથી તેઓ ઘણું ઘણું ધન્યવાદને પાત્ર છે તેમ જ તેમના શિષ્યા સાહિત્યરત્ના સાથ્વી વસંતપ્રભાશ્રીજી પણ સારા લેખિકા તરીકે પ્રખ્યાત થયા છે, તે ઘણું અનુમોદનીય છે.
ન
સાવી શ્રી વસંતપ્રભાશ્રીજી! તમે મેળવેલી કલમની કુશળતાથી પ્રભુ મહાવીરના પચીશમી નિર્વાણ શતાબ્દિ મહોત્સવને અનુલક્ષીને પ્રભુ મહાવીરનું સળંગ સત્યાવશે ભવનું જીવન-ચરિત્ર ઘણું સાદી ભાષામાં લખ્યું છે, તે ખૂબ આનંદની વાત છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ હોય તે જ આવી કલમ કુશળતા પ્રાપ્ત થઈ શકે. તમે પૂર્વ-પુણ્યથી લખવાની કળા સારી વિકસાવી છે.
મંગલમ ભગવાન વીર યાને શ્રી મહાવીર જીવન ત” નામે પ્રગટ થતાં આ પુસ્તકમાં આશીર્વચન લખી આપવાને મારા ઉપર તમારો પત્ર આવ્યું પણ લખવાની મારી જરાય આદત નથી. છતાં તમારી વિનંતી ધ્યાનમાં લઈને ખરા અંતઃકરણપૂર્વક શ્રી શાસનદેવને મારી અરજ છે કે, તમારા હાથે થતા દરેક શુભ કાર્યોમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org