SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શાસનપ્રભાવક યેગ્ય બનાવવી અને ત્યાર પછી આવા મહાકાય ગ્રંથને છપાવવા માટેની આર્થિક વ્યવસ્થા ઉતારવી–આ સઘળું કામ જે ઉત્સાહ અને ખંતથી તેમણે કર્યું છે, એ જાણી-સાંભળીને તેમની સેવાની લગની બદલ કોઈને ય અચૂક આદર થયા વગર નહીં રહે. પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજીથી લઈને આજ સુધીના તે તે આચાર્યોનાં જીવનવૃત્તો તેમ જ તેની સાથે શક્ય હોય તે તેઓનાં ચિત્રે આ વિશાળકાય ગ્રંથમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્ષો પછી થયેલા અને વર્ષો સુધી યાદ રહે તેવા આ કાર્યની ભૂરિ ભૂરિ અનુમોદના કરી, શ્રી દેવલુક શ્રી દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહી આવી સાહિત્યસેવા નિરંતર કરતા રહે એ જ એક મંગલ કામના ! પુષ્પહાર અને અત્તર, શ્રુતિ-સ્મૃતિ અને અનુભૂતિ પુષ્પ-ગુલાબનું, ચંપાનું, મોગરાનું ! એ ય એક-બે નહીં, પણ સેંકડોની સંખ્યામાં! સુવાસ એની જોરદાર, પણ એક તકલીફ કે એ બધાં જુદાં જુદાં વેરવિખેર હાલતમાં પડેલાં! ન કેઈને ગળામાં એને આરોપી શકાય કે ન કોઈને હાથમાં એને વ્યવસ્થિત રાખી શકાય. ઉપાય સૂક્યો એક વ્યક્તિને, લઈ આવ્યે એ દરે અને ગૂંથી લીધાં એ દોરામાં છૂટાં રહેલાં પુને ! બની ગયે મજેને હાર! શોભાવી દીધું એને સુગ્ય વ્યક્તિના ગળાને ! પણ એક તકલીફ તે ય ઊભી જ રહી. સાંજ પડશે હારનાં એ તમામ પુષ્પો કરમાઈ ગયાં...આકર્ષક લાગતો પણ એ હાર ગળામાંથી કાઢીને ફેંકી દે પડ્યો! આનો પણ ઇલાજ મળી ગયો એક જાણકાર વ્યક્તિને ! એમણે એ તમામ ફૂલેને નિવીને એમાંથી અત્તર બનાવી લીધું. ભરી દીધું બાટલીમાં...લઈ ગયે ઘરે બાટલીઓ અને જ્યારે પણ એની ઈચ્છા થઈ પુષ્પની સુવાસને અનુભવવાની, અત્તર દ્વારા તમામને એની અનુભૂતિ એ કરાવતો રહ્યો. અહીંયાં માત્ર ગુલાબનાં પુષ્પની જ રજૂઆત નથી; ચંપાનાં, મોગરાનાં, જાસૂદનાં, ચમેલીનાં પુષ્પની પણ રજૂઆત છે. માત્ર ગુલાબનાં પુષ્પનો જ હાર આ ગ્રંથમાં નથી; ચંપાનાં, મેગરાનાં પુષ્પને હાર પણ આ ગ્રંથમાં છે..અહીંયાં ગુલાબનાં પુપોનું જ અત્તર નથી, તમામ સુવાસિત પુનું અત્તર આ ગ્રંથમાં પાને પાને છંટકાયેલું છે. - તાજું ફૂલ જોઈએ એને પણ આ ગ્રંથમાંથી મળી રહેશે. તે એક જાતનાં જ ફૂલેને હાર પણ જોઈએ એને આ ગ્રંથ સંતોષ આપી શકશે. અરે, વીતી ગયેલાં એ પુને પમરાટ અત્યારે અનુભવ હોય એને અત્તરરૂપે એ પમરાટ પણ આ ગ્રંથમાં અનુભવવા મળશે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy