________________
૩પ૦
શાસનપ્રભાવકે
તેઓશ્રીએ સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડ વિશે “અંબડાસ” (જેમાં વિકમનાં પરાક્રમની–પંચદંડની અદ્ભુત વાતે છે તે) રચેલે મળી આવે છે. તેમણે રચેલી સં. ૧૮૮૦માં પૃથ્વીચંદ્રચરિત્ર', સં. ૧૮૬૨માં “પદ્મવિજયનિર્વાણરાસ” અને સં. ૧૯૦૦માં “વિમલમંત્રી રાસ ” વગેરે કૃતિઓ મળી આવે છે.
આ ઉપરાંત, તેમની રચનાઓમાં ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાન પૂજા, ૪. વીશસ્થાનક પૂજા, પ. પિસ્તાલીસ આગમ પૂજ, ૬. આત્મબોધ સઝાય, ૭. મનઃસ્થિરીકરણ સક્ઝાય, ૮. નંદીશ્વર દ્વીપ પૂજા વગેરે મુખ્ય છે.
(સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ” ભાગ-૪માંથી સાભાર.)
જિનશાસનના સ્તંભરૂપ પૂજય પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિ પંન્યાસ કીર્તિવિજયજીના ગૃહસ્થજીવન વિશે વિશેષ માહિતી મળતી નથી. તેઓ ખંભાતના વતની હતા. વીશા શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમને જન્મ સં. ૧૮૧૬માં થયે હતે. તેમનું નામ કપૂરચંદ હતું. તેમણે ૪૫ વર્ષની ઉંમરે પાલીતાણામાં પૂ. પં. શ્રી રૂપવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી, એટલી માહિતી પ્રાપ્ત થાય છે.
તેઓશ્રી રૂપવાન, તેજસ્વી, ત્યાગી, ધ્યાન, તપસ્વી પુરુષ હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની પિળના ઉપાશ્રયે જઈને વસ્યા હતા, ત્યારથી લુહારની પિળને ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિ પામ્યા હતા. સં. ૧૮૮૦માં લુહારની પિળના ઉપાશ્રયે ચોમાસું રહ્યા ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરો હતા, જેમાં મુનિ કસ્તૂરવિજય, મુનિ ઉદ્યોતવિજય, મણિવિજયદાદા, મુનિ બુદ્ધિવિજય આદિ મુખ્ય હતા.
પૂજ્યશ્રી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા અને ત્યાંની જેમ પ્રજા પર ઉપદેશ દ્વારા મેટે ઉપકાર કર્યો હતે. પં. શ્રી કીતિવિજયજી ગણિને ૧૫ શિષ્ય હતા, જેમાં તપસ્વી કસ્તુરવિજ્યજી, ઉદ્યોતવિજ્યજી, બુદ્ધિવિજયજી, જીવવિજયજી, માણેકવિજ્યજી આદિ મુખ્ય હતા. શ્રી જીવવિજયજીએ “સકલ તીર્થ વંદું કરજોડ”, “અબધુ સદા મગનમેં રહન', “સુણ દયાનિધિ તુજ પદપંકજ મુજ મનમધુકર લીને” વગેરે સુંદર રચનાઓ કરી હતી અને શ્રી માણેકવિજયજીએ માતા મરૂદેવીનાનંદ” “શ્રી આદીશ્વર અંતરજામી” વગેરે રચનાઓ કરી હતી.
- તેઓશ્રીના સમયમાં રાજનગરના શેઠ હિમાભાઈએ પાલીતાણાના રાજા પ્રતાપસિંહને સિદ્ધાચલની રક્ષા નિમિત્તે અમુક દ્રવ્ય આપવાને બંદોબસ્ત કર્યો હતો. તેમના શિમાંથી ઘણાએ પિતાની ભવ્ય શિષ્ય પરંપરા સ્થાપીને જિનશાસનની સેવા કરી છે.
(સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જેન પરંપરાનો ઇતિહાસ” ભાગ-૪ માંથી સાભાર)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org