SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો ૩૭ સં. ૧૮૬૫માં તેઓશ્રીના ઉપદેશથી શ્રાવક તાલભાઈ કીકુ, ભગવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદ અમદાવાદમાં ભઠ્ઠીની બારીમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યાર પછી પં. વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા, ત્યારે ત્યારે એ ઉપાશ્રયે નિવાસ કરતા. આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પૂ. શ્રી વીરવિજ્યજીએ સં. ૧૮૫૩માં જેઠ સુદ પાંચમે “શ્રી ગોડી પાર્શ્વનાથનું ઢાળિયું' ખંભાત (ત્રંબાવટી )માં, સં. ૧૮૫૫ના માગશર વદ ૧૦ના મડાણ ( અ૯૫મહત્વ) બેલનું સ્તવન, સં. ૧૮૫૭માં શ્રાવણ સુદ ને દિવસે “સુરસુંદરી રાસ’ તથા વીરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન, સં. ૧૮૫૮ના ભાદરવા સુદ ૧રના અણકારી પૂજા, સં. ૧૮૬૦ના પોષ વદ ૮ના “ શ્રી નેમિનાથ વિવાહલું', સં. ૧૮૬૦ના ચૈત્ર સુદ ૧૧ના “ શ્રી શુભલિ.” સં. ૧૮૬૨માં “સ્થૂલિભદ્રની શિયાળવેલ નામનું કાવ્ય, સં. ૧૮૬૩ના પિષ સુદ ૧૩ના દશાર્ણભદ્રની સક્ઝાય, સં. ૧૮૬૫ના અષાઢ સુદ ૧ના ચાતુર્માસના ૧૪ના વાંદવાના દેવવંદને, જેમાં ચાવીસ ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ, પાંચ તીર્થનાં ચિત્યવંદન, સ્તવન– સ્તુતિ વગેરે રચ્યાં. તેમની શિયળવેલમાંનાં પંદર તિથિ, સાત વાર, બાર માસનાં કાવ્ય અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યાં. આ શિયળવેલીએ એમને જેન–જેતરોમાં પણ ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેમની ગલીઓએ અનેકેનાં શિર ડેલાવ્યાં. તેમની રચેલી અષ્ટપ્રકારી પૂજા દેરાસરોમાં રસથી ગવાવા લાગી. તેમને સં. ૧૮૬૭માં અમદાવાદમાં શ્રીસંઘ સમક્ષ પંન્યાસપદવી આપવામાં આવી. સં. ૧૮૭૧ના શ્રાવણ વદમાં અક્ષયનિધિ તપનું સ્તવન, સં. ૧૮૭૩માં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, સં. ૧૮૭૪ના વૈશાખ સુદ ૩–અક્ષયતૃતીયાના દિવસે ચેસઠ પ્રકારી પૂજા રાજનગરમાં, સં. ૧૮૭૭ના માગશર વદ ૧ના તથા સં. ૧૮૭૮ના માગશર સુદ ૧૧ના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને, સં. ૧૮૮૧ના માગશર સુદ ૧૧ના પિસ્તાલીસ આગમની પૂજા, ચૈત્ર સુદ ૧પના ગુજરાતી ગદ્યમાં શ્રી અધ્યાત્મસારને ટો, સં. ૧૮૮૪માં મહા સુદ ૧૧ના વિમલાચલનું સ્તવન, ચૈત્રી પૂનમે નવ્વાણું પ્રકારી પૂજા, સં. ૧૮૮૭ના આ વદિ અમાસ-દિવાળીને દિવસે બાર વ્રતની પૂજા, સં. ૧૮૮૮ના આસો સુદ ૧૫ના મોતીશાહ શેઠે ભાયખલા-મુંબઈમાં પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૮૯હ્ના અક્ષયતૃતીયાના શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા, સં. ૧૮૯૩માં શત્રુંજય તીર્થ પર મોતીશાહ શેઠે અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૯૬ના શ્રાવણ સુદ ૩ના ધમ્મિલરાસ, સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૧પના શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, સં. ૧૯૦૨ના વિજયાદશમીના શ્રી ચંદ્રશેખરનો રાસ, સં. ૧૯૦૩માં શેઠ હઠીસંગ કેસરીસંગે અમદાવાદમાં પોતાની વાડીના દેરાસરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવેલ તેનાં ઢાળિયાં, સં. ૧૯૦૫ના મહા સુદ ૧૫ના શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઊભી સેરઠને સંઘ કાઢેલ તેનાં ઢાળિયા તથા બીજા અનેક સ્તવને, સજા, ચૈત્યવંદને, સ્તુતિઓ, હિતશિક્ષા છત્રીસી વગેરે ગુજરાતીમાં રચ્યાં. આ ઉપરાંત, સંસ્કૃતમાં પ્રશ્નચિંતામણિ” નામનો ગ્રંથ બે ભાગમાં ર. સં. ૧૮૭૮માં સાણંદના કેઈ સ્થાનકવાસીએ અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy