SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શાસનપ્રભાવક આપણને તત્ત્વ, ધર્મ કે માની પ્રાપ્તિ થઇ છે તે ચરમ તી પતિ પરમાત્મા મહાવીરદેવથી થઈ છે. તેઓએ આજથી બરાબર ગણીએ તે ૨૫૪૬ વર્ષ પહેલાં જગતના જીવમાત્ર માટે એકાંતહિતકર શાસનની સ્થાપના કરી છે. ત્યારથી આ જગતમાં જ્ઞાન રૂપી પ્રકાશનાં કિરણે પ્રસર્યાં છે. તેઓનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. તેથી કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી તેએ વાયુની જેમ અપ્રતિબન્ધપણે ગામ-નગર-પુર કે અણ્યમાં વિચરતા રહીને મેઘની જેમ અનવરત વચનામૃત વરસાવતા રહ્યા. પણ તે આયુષ્ય પૂર્ણ થતાં સકલ કમ નો ક્ષય કરી મેાક્ષમાં પધાર્યા. ત્યાર પછી તેઓએ સ્થાપેલા શાસનને અને તેઓએ પ્રવર્તાવેલા હિતકર સિદ્ધાંતાને આપણ સુધી પહોંચાડવાનું કામ જો કોઇ એ પણ કર્યુ છે તે તે આચાય . ભગવતાએ જ કર્યુ છે. એથી તેઓને આપણા ઉપર જ નહિ, પણ સમસ્ત વિશ્વ પર અગણિત ઉપકાર છે. કારણ કે વિશ્વમાત્રની સુખાકારિતાના આધાર આ ધર્મ જ છે. ભારત અને ભારત બહારના દેશેાના કેટલાયે મહાન વિદ્વાન તત્ત્વજ્ઞાની પુરુષાએ આ જૈનધર્માંના સિદ્ધાંતેાને પેાતાની બુદ્ધિની સરાણે ચડાવીને જાંચી-તપાસીને નિ:સ દેહપણે જોરશેારથી જણાવેલ છે કે – “ જૈનધમ ઘણા પ્રાચીન ધ છે. આ ધર્માંના સિદ્ધાંતા બુદ્ધિગમ્ય અને જગતમાત્રનું કલ્યાણ કરનારા છે. અમે ઘણા બધા ધર્મો અને ધર્માંના સિદ્ધાંતે જોયા પણ આના જેટલુ ઊંડાણુ, વિસ્તાર અને સચાટતા કોઈ પણ જગ્યાએ અમારા જોવામાં આવેલ નથી. આ ધર્મ સાચે જ વિશ્વધર્મ અનવાયેાગ્ય છે.” જૈનધર્મીની આટલી બધી પ્રશંસાના મૂળમાં જેમ એના પ્રરૂપક અરિહંત પરમાત્માએ અને તેઓની સજ્ઞતા તેમ જ તેઓએ નિર'તર અગ્લાનભાવે વરસાવેલી ધ દેશના છે, તેમ જૈનાચાર્યોએ આ બધાં તત્ત્વોને યથાવત્ ઝીલી લીધાં, સાચવી રાખ્યાં અને યોગ્ય પાત્રમાં તેને વિનિયેગ કરતા રહ્યા તે પણ છે. જૈનાચાર્યોની અપ્રાંતમ વિદ્વત્તા : માત્ર ૨૫૦૦ વર્ષના સમયના ઇતિહાસ ઉપર નજર કરીશું, તે આટલા ટૂંકા ગાળામાં કેટકેટલા જૈનાચાર્યે કેવી કેવી પ્રચ`ડ શક્તિ-સામ અને વિદ્વત્તા ધરાવનારા થઈ ગયા, તે જોઈ આપણે સાચે જ અતિશય આશ્ચય ચકિત થઈ જઇશુ. સંયમને મા સ્વીકાર્યા પછી અણિશુદ્ધ ચારિત્રપાલનની સાથે સાથે વિદ્યોપાર્જનમાં તેએ એવા તેા એકતાન બની જતા કે આખી દુનિયા જાણે તેમના માટે નહીંવત જ બની જતી. ખાવા-પીવાની તે કઈ પરવા જ નહોતી; ખસ, વિદ્યોપાનની એક જ ધૂન અને એક જ લગની. જૈનશાસનમાં એકથી એક ચડિયાતા એવા તેા આચાર્યે થયા છે કે તેઓનું યત્કિંચિત્ સ્વરૂપ પણ આપણા હૈયામાં તેના પ્રત્યે અતિશય અહાભાવ પેદા કરાવે છે. પૂર્વજન્મના સંસ્કાર, દેવી શારદાની મહેર અને આ ભવની નિષ્ઠાભરી તાલાવેલીથી પ્રાપ્ત થયેલા તીવ્ર ક્ષયેાપશમના કારણે વિદ્યાની કાઇ શાખા કે કોઇ ભાષા અથવા તે કોઇ વિષયે તેએનાથી અણપ્રીછળ્યા કે અણુખાડચા રહેતા નહીં. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યાતિષ, અલંકાર, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy