SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શાસનપ્રભાવક - ગુજ* ગુજરાતી ભાષામાં વિશાળ, બેધક, ભાવવાહી અને લોકપ્રિય પદ્યસાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિવર કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિ તમારત્નશાખાના શ્રી હરરત્નસૂરિના શિષ્ય ઉપાટ લબ્ધિરત્નના પ્રશિષ્ય ઉપાટ શિવરત્ન ગણિના શિષ્ય હતા. તેમને જન્મ વિકમની અઢારમી સદીમાં ખેડામાં થયું હતું. તેમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ માનબાઈ હતું. તેમનું પિતાનું જન્મનામ ઉત્તમચંદ હતું. તેમના મોટા બંધુ હરખચંદે પણ દીક્ષા લીધી હતી. તેમનું દીક્ષિત નામ ઉપાટ હર્ષરત્ન હતું. તેઓ મહાન ત્યાગી, તપસ્વી અને સંયમી હતા. મુનિ ઉદયરત્નને મહોપાધ્યાય સિદ્ધિરત્ન ગણિએ ભણાવ્યા હતા અને પિતાની પાટે મહેપાધ્યાય બનાવ્યા હતા. ઉપાડ ઉદયરત્ન સિદ્ધ કવિ હતા. તેમણે અનેક રસો, સ્તવન, સજ્જા, સલોકા, છંદ, પ્રભાતિયાં વગેરે રહ્યાં હતાં. તેમના જીવનમાં કેટલીક ચમત્કારી ઘટના પણ બની હતી. એક વાર શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન પછી જ અન્ન-જળ લેવાના નિયમપૂર્વક તેઓ જ્યારે શંખેશ્વર પધાર્યા ત્યારે જિનાલયના બંધ દ્વાર પૂજારીએ નહીં ખેલતાં, તેમણે ઘણું આર્તસ્વરે સ્તુતિગાન કર્યું અને દ્વાર આપોઆપ ખૂલી ગયાં. બીજા એક પ્રસંગમાં, ખેડા પાસેની મેશ, વાત્રક અને ખારી–એ ત્રણ નદીઓના સંગમસ્થાને તેમણે ચાર મહિના ધ્યાન ધર્યું હતું, તેના પરિણામે એ સ્થાને બેટ જેવું બની ગયું હતું. આ ચમત્કાર જોઈ ખેડાના ભાવસારે, વૈષ્ણવ વગેરે ૫૦૦ ઘરેએ “જેનધર્મ' અપનાવ્યું હતું. વિ. સં. ૧૫૯માં, ઉનામાં શ્રી ઉદયરત્ન ગણિએ “સ્થૂલિભદ્ર-નવસ” નામે કાવ્ય રચ્યું, તેમાં શૃંગારરસ હતું, જે તેમના ગુરુને ઉચિત ન લાગ્યું અને તેવાં કાળે ન રચવા ગુએ તેમને સમજાવ્યું, અથવા એમ પણ કહેવાય છે કે તેમને એ કારણે સમુદાય બહાર મૂકવામાં આવ્યા. ત્યારપછીથી તેમણે લેકે પકારક કાવ્યો રચવાનો નિર્ણય કર્યો, જે વિ. સં. ૧૭૬૩માં, ખંભાતમાં, તેમણે રચેલી “બ્રહ્મચર્યની નવ વાડ”ની સઝાય એ વાતની શાખ પૂરે છે. કહેવાય છે કે, ત્યારથી તેમને સમુદાયમાં પુનઃ પ્રવેશ મળે હતો. ગ્રંથસનઃ ઉપાધ્યાય ઉદયરત્ન ગણિએ વિકમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું, જેની વિગત નીચે મુજબ છે : (૧) શ્રી જબૂસ્વામી રાસ, ઢાળઃ ૬, (૨) અષ્ટપ્રકારી પૂજા, (૩) સ્થૂલિભદ્રરાસનવરસ, (૪) શંખેશ્વર પાર્શ્વનાથ એલેકે, (૫) રાજા મહીપતિ – મંત્રી મતિસાગર રાસ, (૬) રાજસિંહ (નવકાર) રાસ, (૭) બ્રહ્મચર્યની નવ વાડ-સઝાય, ઢાળ : ૧૦, (૮) બાર વ્રતનો રાસ, (૯) મલયાસુંદરી રાસ (વિનોદવિલાસ ), ઢાળ : ૧૩, (૧૦) યશોધર રાસ, ઢાળ : ૮૧, (૧૧) લીલાવતી – સુમતિવિલાસ રાસ, ઢાળ : ૨૧, (૧૨) ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ, (૧૩) ભુવનભાનુ કેવલી (રસલહરી) રાસ, ઢાળ : ૯૭ (૧૪) સુવિધિનાથ સ્તવન, ગાથા : ૩૦, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy