SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ૩૨૮ રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ એરડામાં ભમે છે, જ્યારે સકલચંદ્ર સ`સ્થાને ભમે છે. ચંદ્ર કોઈ ને અમી દેતા નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે, એવા પારવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા॰ સકલચદ્રને સૌ વંદન કરે છે.' શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનાગમેાના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેએ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજયદાનસૂરિએ વિ. સ’. ૧૬૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપા॰ ધસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જન : શ્રી સલચ'દ્ર ગણિએ ઘણા ગ્રંથા રચ્યા છે, તે આ પ્રમાણે છે ૧. રિઅલ રાજિષ રાસ (વિ. સ. ૧૯૪૨માં ), ૨. મૃગાવતી આખ્યાન ( વિ. સં. ૧૯૪૩ ), ૩. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, ૪. વીરવ માનજિન—ગુણવેલી–સુરવેલી ( કડી : ૬૬ ), ૫. ગણધરવાદ સ્તવન, ૬. મહાવીર સ્તવન, ૭. ઋષભસમતાસરલતા સ્તવન, ૮. દિવાલી-વીર સ્તવન, ૯. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરરવામી સ્તવન, ૧૦. પ્રતિષ્ઠાકલ્પ, ૧૧. એકવીશપ્રકારી પૂજા, ૧૨. સત્તરèદી પૂજા, ૧૩. બારભાવના સજ્ઝાય, ૧૪. ગૌતમપૃચ્છા વગેરે ૨૦ સજ્ઝાયા,, ૧૫. દેવાનંદા સજ્ઝાય, ૧૬. સાધુકલ્પલતા, ૧૭. ધ્યાનઢીપિકા શ્લોક : ૨૦૪ શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્યા હતા; તેમાં ૧, ઉપા॰ શાંતિચંદ્ર અને ૨. ઉપા૦ સુરચ'દ્ર પ્રસિદ્ધ છે. , ( ‘જૈન પર પરાનેા ઇતિહાસ ' ભાગ-૩ માંથી સાભાર ઉત્કૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાગ્યશી સ`ઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મેહમૂદશાહ ( ૧ લા; ‘ મહમદ બેગડા ' )એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુ'જી નામની પત્નીની કુક્ષીએ સ. ૧૬૦૧ ના અશ્વિન વદ પાંચમે સેમવારે એક પુત્ર જન્મ્યા. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સ. ૧૯૧૬માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દીક્ષા આપી તેમના શિષ્ય કલ્યાણવિજય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તે ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સ. ૧૯૨૪ના ફાગણ વદ છના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યુ. તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લોકોમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પડિતાને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy