SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૨૩ પ્રદૂષણ પ્રવર્તી રહ્યાં હતાં તેનો ચિતાર શ્રી આનંદઘનજી અને મહોયશોવિજ્યનાં પદો, સ્તવને, સજઝા વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરને અને વસંતને – એમ બંને રીતે પ્રવર્તિત હતું એમ કહી શકાય. શ્રી આનંદઘનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમને સમાગમ વગેરે જોતાં તેઓ “તપાગચ્છ”ના હોય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મોટા ભાગે એકાંતમાં કે જંગલમાં અધ્યાત્મ-ગસાધનાથે રહેવાનું જે અલગારીપણું હતું, તેથી ગચ્છ કે સંપ્રદાયથી તે તેઓ પર જ હતા. એટલું જ નહિ, તેમનું જીવન અને કવન કેઈપણને પિતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આવી પ્રતીતિ આપણને તેમની નિમ્ન કાવ્યકૃતિઓમાં તરત જેવા મળે : રામ કહો રહેમાન કહો, કેઉ કાન કહે મહાદેવ રિ, પારસનાથ કહે કેઉં બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયંમેવ રિ. ભાજન–ભેદ કહાવન નાના, એક મૃત્તિકા રૂપ રિક તૈસે ખંડ કલ્પનાપિત, આપ અખંડ સ્વરૂપ રિ. પરસે રૂપ પારસકે કહિયે, બ્રહ્મ ચીહે બ્રહ્મ રિએ ઈહિ વિધિ સાધો આપ, ‘આનંદઘન ચેતનમય નિષ્કમ રિ આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલા ગીવર્ય શ્રી આનંદઘનજીનાં સ્તવમાં ભક્તિગ છે, જ્ઞાનયોગ છે, સમર્પણુગ છે, તેમ જ શ્રી જિનાગમનાં સઘળાં રહે છે. આ સ્તવને એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણમાં, પાંચ ઈન્દ્રિમાં અને છ મનમાં તેમ જ સાડા ત્રણ કરોડ રૂંવાડાંમાં પરમાત્મભક્તિ પ્રતિષ્ઠિત હતી. જેમનામાં અસ્થિમજજાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી. આનંદઘનચોવીશી: વર્તમાન અવસર્પિણું કાળના ૨૪ તીર્થકરેદેવાનાં આ ૨૪ સ્તવમાં ક્રમશઃ અધ્યાત્મ-રવિને વધતો જતે ઉદ્યોત વર્તાય છે. આનંદઘન એ અંતરતમ આત્મા છે. આણુ અણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સર્વ નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે ગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચોવીસે સ્તવને એક અજોડ ઇલાજ છે. બધાં સ્તવમાં આનંદઘન આત્માની વાણું છે, આનંદઘન આત્માને ઉજાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે. આત્મિક ખુવારીની હવા છે. યોગ અને અધ્યાત્મની સ્પર્શનાનું સંગીત છે. કર્મબળ અને ધર્મબળનું નિર્મળ પ્રતિપાદન અને ષડ્રદર્શનની સ્પષ્ટતા છે, અવંચક આદિ ત્રણ યંગેનું નિરૂપણ છે, સમ્યકત્વ ગુણનું પ્રતિપાદન છે. અઢાર મુખ્ય દેથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનું વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવને એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યને આવો આબેહૂબ નકશે અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જર્મન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના “શાકુંતલને માથે મૂકીને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy