SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ શ્રમણભગવંતો થયો હતે. તેમના પિતાનું નામ મેઘજી, માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ વાઘજી હતું. તેમણે પારણામાંથી જ ધર્મ સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. તેઓ નાના હતા ત્યારે આચાર્ય હેમવિમળસૂરિ ઈડર પધાર્યા. તેમના દર્શન થતાં જ વાઘજીના ધર્મસંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આચાર્યશ્રીએ પણ તેના આ ભાવને અને તેના ઉજ્જવળ ભાવિને જાણી, તેના માતાપિતાની સમ્મતિપૂર્વક, વિ. સં. ૧૫૫રમાં, માત્ર પાંચ વર્ષની વયે વાઘજીને દીક્ષા આપી અને મુનિઅમૃતમેરુ નામ આપ્યું. બાલમુનિ અમૃતમેરુ ધીમે ધીમે અભ્યાસમાં લાગી ગયા. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિને લીધે વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ યે દર્શનના જ્ઞાતા અને સ્વ-પર શાના પારગામી બની ગયા. તેમની સંયમસાધના અને જ્ઞાનશક્તિથી પ્રભાવિત થઈ, ગુરુદેવે તેમને સં. ૧૫૬૮માં લાલપુર નગરે ઉપાધ્યાયપદ આપ્યું. બે વર્ષ બાદ, સં. ૧૫૭૦માં, ખંભાતમાં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને મહોત્સવ પૂર્વક આચાર્યપદ આપી, શ્રી આનંદવિમળસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. તપાગચ્છના પ્રવર્તક આચાર્ય જગચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૫માં ક્રિાદ્ધાર કર્યો હતે. કેટલાંક વર્ષો સારાં ગયાં. પછી શ્રવણસંઘમાં શિથિલતા આવવા લાગી, અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધવા લાગ્યું. શ્રી આનંદવિમળસૂરિના ગુરુ ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિએ કેટલાક શિથિલ આચારવાળા યતિઓને ગચ્છબહાર મૂક્યા હતા. કેટલાક ગચ્છભેદ થવાથી સ્વતંત્ર અને સ્વછંદી બની ગયા હતા. કેટલાક તો પોતપોતાના મંતવ્યની પુષ્ટિ અથે જુદા જુદા મત-ગચ્છો સ્થાપન કરીને નિરંકુશ બની ગયા હતા. શું સાચું અને શું છેટું, તે સમજવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું હતું. આ શિથિલતા, વિભ્રમતા અને છિન્નભિન્નતાને રોકવા તેમ જ ગચ્છની અખંડિતતા જાળવવા શુદ્ધ સંવેગી માગે કિદ્ધાર થવો અત્યંત જરૂરી હતો. આચાર્ય આનંદવિમલસૂરિ દ્ધિાર કરવા ઉત્સુક હતા. ગુરુદેવ પણ તેમને પ્રોત્સાહિત કરતા હતા. એવામાં લંકાગચ્છના ઋષિ હાના, ત્રાષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ત્રાષિ વીમા (વાનર), કષિ જગાજી, કષિ ગુણા, ઋષિ નાના, કષિ જીવા વગેરે ૬૮ સંવેગી સાધુ બન્યા. આથી શ્રી આનંદવિમળસૂરિની કિદ્ધાર કરવાની ભાવના સતેજ બની. ગુરુદેવની આજ્ઞાથી વિ. સં. ૧૫૮રના વૈશાખ સુદ ત્રીજને દિવસે વડાલી (અથવા ચાણસ્મા પાસેના વડાવલી) ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગી માગ ચલાવ્યું. આચાર્ય આનંદવિમળસૂરિએ આ કિદ્ધાર કર્યો ત્યારથી જાવાજીવ છઠ્ઠનું તપ કર્યું હતું. કિદ્ધાર બાદ વિ. સં. ૧૫૮૩માં ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા. સં. ૧૫૮૪માં વીસનગર મુકામે પૂ. ગુરુદેવ હેમવિમલસૂરિ સ્વર્ગવાસ પામ્યા. ત્યાર બાદ, આચાર્યશ્રી આનંદવિમળસૂરિ માળવા પધાર્યા. આ પ્રદેશનાં અનેક ગ્રામનગરમાં ધર્મપ્રભાવના પ્રવર્તાવતા ઉજજૈન પધાર્યા. અહીં માણેકચંદ નામને એક શ્રાવક તેમને પરમ ભક્ત બન્યું. એક વેળા પાલી–મારવાડના વસવાટ દરમિયાન પૂજ્યશ્રી પાસે શત્રુજ્યમાહાતમ્ય સાંભળી તે યાત્રા કરવા ચાલ્યો અને દર્શન કર્યા વગર અન્નપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી. સાતમે દહાડે સિદ્ધપુર પાસે જંગલમાં-મગરવાડામાં તેમને લૂંટવા ભીલ લેકેએ Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy