________________
૩૦૨
શાસનપ્રભાવક
શ્રી સોમસુંદરસૂરિના હસ્તે રાણકપુરમાં શ્રેષ્ઠિ ધરણાશાહે બંધાવેલ જગપ્રસિદ્ધ “કૈલેશ્વદીપક જિનપ્રાસાદ”ની તેમ જ અન્ય અનેક સ્થાનમાં નૂતન જિનપ્રાસાદની પણ પ્રતિષ્ઠા થઈ હતી. જીર્ણોદ્ધાર, ગ્રંથની રચના, ગ્રંથભંડારોની સ્થાપના, સાધુમર્યાદાપટ્ટક વગેરે અનેકાનેક ધર્મકાર્યો તેમના હસ્તે થયા હતા. તેમના પરિવારમાં ૧૮૦૦ સાધુઓ હતા. તેમાં શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયસુંદરસૂરિ, શ્રી ભુવનસુંદરસૂરિ અને શ્રી જિનસુંદરસૂરિ—એ ચાર આચાર્યા હતા. તેમાં શ્રી મુનિસુંદરસૂરિ સૌથી મોટા હતા.
શ્રી મુનિસુંદરસૂરિને જન્મ વિ. સં. ૧૮૩૬માં થયો હતો. અને વિ. સં. ૧૪૪૩માં આઠ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. તેઓ શ્રી દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, શ્રી સમસુંદરસૂરિના મુખ્ય શિષ્ય અને શ્રી જયાનંદસૂરિના વિદ્યા શિષ્ય હતા. તેઓશ્રી અદ્ભુત શક્તિશાળી અને અપૂર્વ મરણશક્તિવાળા હતા. તેઓ એક સાથે જુદી જુદી એક હજાર બાબત પર ધ્યાન આપી શકતા હતા, જેને કારણે તેઓ “સહસ્ત્રાવધાની તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે તેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય – એ ત્રણે વિષયને પરિચય આપતે ત્રેવેગેષ્ઠી ” નામનો ગ્રંથ રચ્યું હતું. આ ઉપરાંત તેમનું આગમનું જ્ઞાન પણ અગાધ હતું. વિ. સં. ૧૮૬૬માં ગુરુદેવે તેમને વાચકપદ (ઉપાધ્યાયપદ) આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમને “વાદીગેકુલવંઢ” એવું બિરુદ આપ્યું હતું. તેનો અર્થ એ કે, વાદીઓ રૂપી ગોકુલમાં જેઓ પતિ-સ્વામી જેવા હતા. દક્ષિણના પંડિતોએ પણ તેમને
કાલિ સરસ્વતી’ બિરુદ આપ્યું હતું; અર્થાત્ કાલિકાને જુસ્સો અને સરસ્વતીની જ્ઞાનપરાકાષ્ઠાને ઉભય વેગ એટલે કાલિ સરસ્વતી.
પં. પ્રતિષ્ઠામ ગણિ જણાવે છે કે, આચાર્ય સેમસુંદરસૂરિએ વિ. સં. ૧૪૭૭ સુધી કઈ મુનિવરને ગચ્છનાયક બનાવ્યા ન હતા. એવામાં વડનગરને ધર્મપ્રેમી શેઠ દેવરાજ (દેવગિરિ) આચાર્યશ્રી પાસે આવી વિનંતિ કરે છે કે, “ગુરુદેવ ! આપની પાટે હવે યોગ્ય ગચ્છનાયકની નિમણુંક કરે. મને લક્ષ્મીના સવ્યયને લાભ મળે તેવી કૃપા કરો.” ત્યારે આચાર્ય સોમસુંદરસૂરિએ પિતાના મુનિમંડળ ઉપર દષ્ટિ ફેરવી અને ઉપાધ્યાય મુનિસુંદર ગણિ ઉપર એ દષ્ટિ સ્થિર થઈ. શેઠ દેવરાજ પણ જાણતા હતા કે, ઉપાધ્યાય મુનિસુંદર ગણિ વિદ્વાન છે. અખ્ખલિત સંસ્કૃત બોલી શકે છે. વાદોમાં વિજયી છે. અપૂર્વ સ્મરણશક્તિ ધરાવે છે. શીઘ્ર કવિ છે. શ્રી દેવસુંદરસૂરિની સેવામાં ૧૦૮ વાર લાંબા વિજ્ઞપ્તિ–પત્રમાં અદ્દભુત એવા ચિત્રમય કલેકે લખીને મોકલ્યા છે. એવી કઈ વિદ્યાશક્તિ કે કળા નથી, જે ઉપાધ્યાય મુનિસુંદર ગણિમાં ન હોય. ને શ્રી સમસુંદરસૂરિ પણ એ જ વાત વિચારીને પ્રસન્નતાપૂર્વક નિર્ણય આપતાં, શેઠ દેવરાજ ત્યાંથી નીકળીને તૈયારીમાં લાગી ગયા. દેશ-દેશના શ્રી સંઘને આમંત્રણ પાઠવી આચાર્યપદવીના મહોત્સવમાં નિમંચ્યા. આખા વડનગરને શણગાયું. ધવલ-મંગલ ગીતે ગવરાવ્યાં. વાજિ વગડાવ્યાં. મુનિ
જેની ઉલટભેર આગતા-સ્વાગતા કરી. અને વિ. સં. ૧૪૭૮માં, વડનગરમાં, શ્રી સોમસુંદરસૂરિના વરદ્ હસ્તે ઉપાડ મુનિસુંદરગણિને આચાર્ય પદવી અપાવી.
એ પછી શેઠ દેવરાજે આચાર્ય સેમસુંદરસૂરિની આજ્ઞા લઈ નૂતન આચાર્ય મુનિસુંદર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org