SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો ર૪પ દર્શનને અભ્યાસ કરી, પિતાની તીક્ષ્ણ બુદ્ધિશક્તિથી ૬ એ દશનેને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુઓને સુલભતાથી વસતિ મળવા લાગી. શ્રી નેમિચંદ્રસૂરિની આચાર્ય પદવી વિ. સં. ૧૧૨૯ થી ૧૧૩૯ ની વચ્ચે આચાર્ય સર્વદેવસૂરિના હસ્તે થઈ હતી. અને શ્રી નેમિચંદ્રસૂરિએ એ જ વર્ષમાં શ્રી મુનિચંદ્રને આચાર્ય પદવી આપી પિતાની પાટે સ્થાપન કર્યા હતા. આ બંને આચાર્યોની વય અને દીક્ષાપર્યાયમાં નજીવું અંતર હોય તેમ જણાય છે. બંનેમાં ગુણસામ્ય અને ગાઢ પ્રેમ હવે જોઈએ. તેથી જ શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને પિતાના ગુરુભાઈ દર્શાવ્યા છે. આ બંને આચાર્યોએ સૂરિપદ પ્રાપ્ત કર્યા અગાઉ અને પછી અનેક ગ્રંથની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી નેમિચંદ્રસૂરિની આજ્ઞામાં રહીને પિતાના ગુરુભાઈ આડ આનંદ, આ દેવપ્રભ, આ૦ માનદેવ તથા શિષ્ય આ૦ અજિતપ્રભ, આ૦ દેવ તેમ જ આ૦ રત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા તથા આચાર્ય પદવીથી અલંકૃત કર્યા હતા. મહાધ્યયની વીરગણિના સંતાનય આ૦ યશદેવની વિ. સં. ૧૧૭૬ માં રચેલી પિંડવિહીની “સુબોધા” નામક ટકામાં “શ્રતહેમ નિષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ' એ પ્રકારના વિશેષણથી ઓળખાવ્યા છે. એટલે તે યુગમાં આચાર્ય મુનિચંદ્રસૂરિ શ્રતની બાબતમાં સંઘમાં આધારસ્તંભ હશે એ નિર્વિવાદ છે. તે સમયને શ્રીસંઘ આચાર્ય મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતા અને પ્રભાવનાનાં કાર્યો આ આચાર્યશ્રીની અધ્યક્ષતામાં કરતો હતો. આચાર્ય મુનિચંદ્રસૂરિ શાંત, નવકલ્પવિહારી અને શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા. પૂજ્યશ્રી પાછલી ઉંમરમાં ખાવામાં બધાં દ્રવ્યનો ત્યાગ કરી માત્ર ઓસામણને જ ઉપગ કરતા હતા, આથી તેઓશ્રીને “સૌવીરપાયી” કહેવામાં આવ્યા છે. એક શ્રાવકે વિ. સં. ૧૧૪૯ માં પ્રતિષ્ઠા કરાવી, ત્યારે તેણે વાદીભ આચાર્ય ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં શ્રી મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી હતી. શ્રી મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો હતો અને દિગમ્બર ગુણચંદ્રની સાથે રાજગચ્છના શ્રી ધર્મષસૂરિના થયેલા વાદમાં શ્રી ધર્મ જોષસૂરિને મદદ કરી ગુણચંદ્રને હરાવ્યો હતો. શ્રી મુનિચંદ્રસૂરિના પરિવારમાં પ૦૦ સાધુઓ હતા અને અસંખ્ય સાધ્વીમહારાજે હતાં. ગ્રંથરચના : શ્રી મુનિચંદ્રસૂરિએ ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમાંથી જેનાં નામ જાણવા મળે છે તે આ પ્રકારે છે – ૧. પ્રાભાવિક સ્તુતિ, ૨. અંગુલસત્તારિ ( પજ્ઞવૃત્તિ સહિત), ૩. વણસઈસત્તરિ, ૪. આવયસત્તરિ, ૫. ઉવએસપંચાસિયા, ૬. મેક્ષપદેશ પંચાશક, ૭. વિએસ પંચવીસિયા (જેમાં દયા વગેરેનું સ્વરૂપ છે.) ૮. હિવએસ, ૯. વિસયનિંદા કુલય, ૧૦. સામણગુણોવએસ (સામાન્યગુણપદેશ કુલક), ૧૧. અણુસાસણુંકુસ, ૧૨. વિસામય, ૧૩. સગહેરેએસ, ૧૪. યણજ્ઞકુલયં, ૧૫. બારસવયં, અથવા સાયવસંખે, ૧૬. કાલસયાં, ૧૭. તિસ્થમાલાયથે, ૧૮. પર્યુષણ પર્વ-વિચાર, ૧૯. ગાહાકે, ૨૦. પ્રશ્નાવલી, ૨૧. સમ્મg Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy