________________
૨૦
શાસનપ્રભાવક
ગવિદ્યાના મહાન સાધક અને સમર્થ વાદવિજેતા આચાર્યશ્રી વીરાચાર્ય (વીરસૂરિ) મહારાજ
શ્રી વીરાચાર્ય મહારાજ શ્વેતાંબર પરંપરામાં થયા છે. તેઓ વિદ્યાબળ અને બુદ્ધિબળથી સંપન્ન અને સમર્થ હતા. યોગવિદ્યાના જ્ઞાતા હતા. શાસ્ત્રાર્થ કરવામાં દક્ષ હતા. ગુજરાતનરેશ સિદ્ધરાજ જયસિંહ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. ચંદ્રગચ્છની પાંડિલ્ય શાખામાં ભાગદેવસૂરિ થયા, તેમના નામથી વિક્રમની દશમી શતાબ્દીમાં ભાવાચાર્યગચ્છ નીકળ્યો. તેની સાતમી પાટે આચાર્ય વીરસૂરિ થયા, અને તેઓ વીરાચાર્ય નામે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિ હતું.
શ્રી વીરાચાર્યને મૈત્રીભાવના કારણે ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની સભામાં વિશેષ સન્માન મળ્યું હતું. રાજાની વિશેષ ભક્તિને લીધે વીરાચાર્ય ઘણા સમય સુધી પાટણમાં વિચરી રહ્યા હતા. એક વખત વિદમાં રાજા સિદ્ધરાજે વીરાચાર્યને કહ્યું કે,–“રાજ્યાશ્રયને લીધે જ દુનિયામાં આપનું આટલું મહત્ત્વ છે.” રાજાની આ વાત તેમના હૃદયમાં વિશેષ ખટકી. તેમણે તરત જ, રાજાની સામે જ, વિહાર કરવાનો નિશ્ચય પ્રગટ કર્યો. પ્રત્યુત્તરમાં રાજાએ કહ્યું કે
મુનિવર્ય! મેં આ વાત વિદમાં કહી હતી. હું આપને કેઈ પ્રકારે જવા દઈશ નહિ.” આચાર્ય બેલ્યા, “રાજન ! મુનિએ પવનની જેમ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. તેને કેણ રોકી શકે?” રાજાએ પિતાની વાતને વળગી રહી વીરાચાર્યને પાટણની બહાર જવા ન દેવા માટે નગરના દરેક દરવાજે કડક પહેરે ગેડ. વીરાચાર્ય પણ પિતાના નિર્ણયમાં દઢ હતા. તેમણે વહેલી સવારે વિહાર કર્યો અને થોડા સમયમાં તેઓ પાલી નામની નગરીમાં પહોંચી ગયા. આ બાજુ સવારમાં રાજા સિદ્ધરાજને શ્રી વીરાચાર્ય વિહાર કરી ગયાના સમાચાર મળ્યા. તેને આ જાણી ઘણું આશ્ચર્ય થયું. થોડા દિવસ પછી પાલી ગામથી આવેલા બ્રાહ્મણો દ્વારા વીરાચાર્ય વિહારના તે જ દિવસે ત્યાં પહોંચ્યા હતા તે જાણવા મળ્યું; આ વાતથી રાજાને અતિ આશ્ચર્ય થયું અને તેને સમજાયું કે –“શ્રી વીરાચાર્ય યુગવિદ્યાના સાધક સિદ્ધપુરુષ હશે અને એ વિદ્યાથી જ તેઓ અવશ્ય આકાશમાગે પલી ગયા હશે, અન્યથા આમ સંભવે નહિ.” રાજાને પિતાની વર્તણુકથી ઘણે ભ થયો. અને ક્ષમાયાચનાપૂર્વક શ્રી વીરાચાર્યને પાટણમાં ફરી પધારવા નિમંત્રણ મોકલ્યું. વીરાચાર્યે બીજા કેટલાંક ગામ અને નગરમાં વિહાર કર્યા પછી ત્યાં આવવાને સંકેત જણ.
મહાબોધપુરમાં તેમણે બૌદ્ધ સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો. ત્યાંથી તેઓ ગોપાલગિરિ (ગ્વાલિયર) પધાર્યા. તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ત્યાંના રાજાએ તેમનું સન્માન કર્યું. ત્યાં પણ કેટલાક સાથે શાસ્ત્રાર્થ થયા. શાસ્ત્રાર્થોમાં વિજ્ય પ્રાપ્ત કરતા હોવાથી ગોપાલગિરિના નરેશ ખૂબ ખૂબ પ્રભાવિત થયા. ત્યાંથી વિહાર કરી શ્રી વીરાચાર્ય કેટલાક દિવસ નાગોર રહ્યા. ત્યાં પણ રાજા સિદ્ધરાજની પુનઃવિનંતિ આવતાં, તેઓ વિહાર કરી પાટણની નજીક ચારૂપ ગામે પધાર્યા. પાટણનરેશ સિદ્ધરાજે ત્યાં આવી ઘણું જ સન્માનપૂર્વક પિતાના નગરમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org