SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શાસનપ્રભાવક ભેસરમાં એક જ દિવસે અને એક જ મુહૂતે પ્રભુ-પ્રતિષ્ઠા કરી હતી. વિલાણમાં પાણીની તંગી પડી તે તેમણે કૂવામાં વાસક્ષેપ નાખી એ કૂવાને પાણીથી ભરી દીધા, જે ઘણા સમય સુધી અખૂટ રહ્યો. સૂરિમહારાજ શત્રુજ્ય, ચાવડાએ, સૂરિજીની દીધા. સૂરિજી ત્યારે વિ. સ. ૯૯૭ લગભગમાં આહડના ભદ્ર શેડના સંઘ સાથે ગિરનાર આદિ તીની યાત્રાએ નીકળ્યા હતા. વચમાં રાજા સામ ંતિસંહ ના હોવા છતાં, પાટણમાં ખેલાવી, મહેલમાં રોકી એક ઓરડામાં પૂરી પેાતાનું લઘુ રૂપ બનાવી આકાશમાગે ઊંડી સંઘમાં જઇ પહોંચ્યા. અને પછી તરત જ રાજા પાસે માણસને મેાકલી ધર્માંલાભ કહેવરાવ્યા. આથી રાજા સામંતસિ’હુ અને મૂળરાજ સાલ કીએ સૂરિજી પાસે આવી ‘અમે આ ભક્તિ માટે કર્યું હતું, પણ અવજ્ઞા થઈ. ’ એમ કહી ક્ષમા માગી. અને પેાતાનુ આયુષ્ય પૂછ્યું. સૂરિજીએ છ મહિનાનું આયુષ્ય જણાવ્યું અને ધર્મધ્યાન કરવા ઉપદેશ આપ્યા. રસ્તામાં સંઘને પાણીની ખેંચ પડી ત્યારે સૂરિજીએ વિદ્યાના બળે સૂકું તળાવ પાણીથી ભરી દીધું. સંઘ સાથે શત્રુન્ય અને ગિરનારની યાત્રા કરી. આ સમયમાં એક ચાર ભગવાન નેમનાથનાં પ્રતિમાજીને પહેરાવાતાં આભૂષા લઈ નાસી ગયા હતા. સૂરિજીએ એ ચારનાં નામ, સ્થાન અને નિશાની આપ્યાં, જેના આધારે આભૂષણા પાછાં મળી ગયાં અને સૂરિજીના કહેવાથી એ ચારને છેડી મૂકવામાં આવ્યેા. સૂરિમહારાજ સ`ધ સાથે પુન: આહુડ પધાર્યાં. ત્યાંથી વિહાર કરી નાડલાઈ પધાર્યાં, ને ત્યાં ચાતુર્માસ કર્યું. શ્રી યશાભદ્રસૂરિ બાલ્યવયે નિશાળે ભણતા હતા ત્યારે જે બ્રાહ્મણપુત્ર કેશવ સાથે ઝગડા થયા હતા તે હવે જોગી બની જુદી જુદી વિદ્યાએમાં પારગત થયા હતા. તેણે નાડલાઈ આવી આચાર્ય ઉપર મત્ર-તંત્ર દ્વારા અનેક ઉપદ્રવે અજમાવ્યા, પણ દરેક વખતે તેને નિષ્ફળતા મળી. વાદમાં પણ તે હારી ગયા. એક પ્રસંગમાં કેશવ નેગીએ તપેશ્વર મહાદેવનુ મંદિર અને આચાય યશેાભદ્રસૂરિએ વલભી કે ખેડબ્રહ્માથી શ્રી આદિનાથનું મંદિર આકાશમાર્ગે નાડલાઈ લાવી સ્થાપિત કર્યું હતું, જે આજે પણ વિદ્યમાન છે. આ ઘટના વિ. સ. ૯૯૬ થી ૧૦૧૦ સુધીમાં બની હતી. શ્રી યશાભદ્રસૂરિને શ્રી શાંતિસૂરિ, શ્રી અલિભદ્રસૂરિ, શ્રી ખીમૠષિ વગેરે અનેક શિષ્યા તથા શ્રી સુમતિસૂરિ, શ્રી કૃષ્ણઋષિ, શ્રી પૂર્ણભદ્રસૂરિ વગેરે અનેક પ્રશિષ્યો હતા. શ્રી યશેાભદ્રસૂરિના જન્મ વિ. સ. ૯૫૭ માં અને સૂરિપદ વિ. સ. ૯૬૮ માં થયેલ. તેમણે સ. ૯૬૯ માં મુંડારા અને સાંડેરાવમાં પ્રતિષ્ઠા કરાવી હતી. સ. ૧૦૧૦ માં ૮૪ વાદ જીત્યા હતા. તેમના સ્વર્ગવાસ સ. ૧૦૨૯ કે ૧૦૩૯ માં નાડલાઈમાં થયા હતા. તેમનું અગ્નિસંસ્કાર-સ્થાન ‘ શિલા ' તરીકે પ્રસિદ્ધ છે. ઘણા યાત્રિકો અહીં ફૂલ ચઢાવે છે ને માનતા માને છે. નાડલાઇનુ આ સ્થાન પરચાપૂરક મનાય છે. ( સૌજન્ય : ચંદનમલજી ભૌકમચંદજી, ૩૨૧-૨૪ શાંતિનગર સાસાયટી, પૂના–૨ ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy