SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પદ્ધતિએ તેમણે ન્યાયશાસ્ત્રને અદ્દભુત બનાવ્યું. તેમના ગ્રંથે નીચે પ્રમાણે છે: ગ્રંથ (૧) ન્યાયાવતાર : શ્ર્લાક ૩૨. તેની ઉપર આચાર્ય સિદ્ધષિએ ૨૦૭૩ શ્લોકની ટીકા, આચાર્ય ભદ્રસૂરિએ ૧૦૫૩ શ્ર્લોકનુ ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નટ્સ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જૈન ન્યાયના આ આદિ ગથ મનાય છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જૈવા મદમ, ધીરગંભીર વહ્યે જાય છે. તેની સંસ્કૃત ભાષા લલિતમધુર છે. (૨) સમ્મતિતક : શ્રી સિદ્ધસેનસૂરિના આ અદ્ભુત અને મહાન છે. તેમાં જૈનદનાનાં તત્ત્વોની ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં ૩ કાંડા અને ૧૬૭ પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં ૫૪ ગાથા છે, જેમાં નયવાદનુ વિશદ વર્ણન છે. ખીજા કાંડમાં ૪૩ ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિકતા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજા કાંડમાં ૭૦ ગાથાઓ છે, જેમાં જ્ઞેય તત્ત્વની ચર્ચા કરી સ્યાદ્વાદની સુંદર વિચારણા કરી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યના ખજાના ભર્યા છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને ગિબર આચાર્યએ ટીકા રચી છે. એમાં શ્વેતાંબર તૈયાયિક આચાય મલ્લવાદિસૂરિષ્કૃત ૭૦૦ શ્લોકપ્રમાણ ટીકા અને દિગંબર આચાર્ય સુમતિની ટીકા ઉપલબ્ધ નથી. રાજગચ્છીય શ્વેતાંબરાચાય . પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય તપ ચાનન શ્રી અભયદેવસૂરિષ્કૃત તત્ત્વમેધવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચ્ચીશ હજાર શ્લોકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યના એક અભૂતપૂર્વ ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. (૩) દ્વાત્રિંશ-દ્વાત્રિ:શિકા ; આમાં શ્રી સિદ્ધસેનસૂરિની ખત્રીશ બત્રીશીઓના સમાવેશ થાય છે. અત્યારે આમાં ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ ઉપલબ્ધ છે. એની રચના ખૂબ ગૂઢ અને ગભીર અથેીથી ભરેલી છે. આમાં જૈન, બૌદ્ધ અને વૈદિક સાહિત્યનાં તત્ત્વાની ગૂથણી છે. આ બત્રીશીએ પદ્યમાં છે. આચાર્ય હરિભદ્રભૂરના ષડૂદનસમુચ્ચય, આચાય હેમચંદ્રસૂરિની અન્યયેાગવ્યવચ્છેદ દ્વાત્રિ'શિકા, અયેાગવ્યવચ્છેદ દ્વાત્રિ'શિકા તથા પ્રમાણમીમાંસા અને મધ્યાચાના સદન સંગ્રહ વગેરે મૂળ આ બત્રીશીઆમાં છે. (૪) કલ્યાણમદિર સ્તંત્ર : અવંતિ પાર્શ્વનાથના પ્રાગટય માટે આ સ્તેાત્રની રચના થઈ હતી, જેમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. વસ'તતિલકાના ૪૪ સ`સ્કૃત શ્ર્લાકે છે. તેની 'સ્કૃત ભાષા મંજુલ, લલિતમધુર, હૃદયંગમ, ભાવવાહી અને ભક્તિાષક છે. અન્ય પણ કેટલાક ગ્રંથા આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ રચ્યા હાય તેમ જણાય છે, અનેક આચાએ પેાતાના ગ્રંથામાં શ્રી સિદ્ધસેનસૂરિની પ્રશસ્તિ કરતાં તેઓશ્રીને શ્રુતકેવલી તુલ્ય, અદ્વિતીય ગ્રંથકાર, મહા સ્તુતિકાર, સર્વોત્કૃષ્ટ કવિ, સરસ્વતી, કંઠાભરણુ, મહાવાદી, સમ પ્રભાવક, આઠમા કવિ પ્રભાવક વગેરે શબ્દોમાં સ ંધ્યા છે. શાસનપ્રભાવક આચાય સિદ્ધસેનસૂરિ જીવનના સધ્યાકાળે પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને ત્યાં અનશનપૂર્ણાંક પરમ સમાધિમાં વીરનિર્વાણુ સ'. ૫૭૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy