SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧૮૯ નય અને સ્યાદવાદના અદ્દભુત જ્ઞાનકુંજથી પ્રકાશિત “દ્વાદશાર નયચક”ના રચયિતા આચાર્યશ્રી મલવાદીસુરિજી મહારાજ આચાર્યશ્રી મલવાદસૂરિ મહાપ્રજ્ઞાવાન હતા; ત–નય–શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા અને વાદમાં અજોડ હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ “સિદ્ધહૈમ શબ્દાનુશાસન'માં “અનુમારિ તાર્જા: ' કહી આચાર્ય મલ્લવાદીને તાકિક-શિરોમણિ બતાવ્યા છે. વલભીમાં આચાર્ય નાગાર્જુનસૂરિએ જે ચોથી આગમવાચના કરી તેમાં આચાર્ય મત્સ્યવાદી સૂરિને સહગ ધપાત્ર હતે. પ્રભાવચરિત્ર' મુજબ આચાર્ય મલ્લાવારીસૂરિને જન્મ વલભીમાં થયું હતું. વલભી ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની હતું. તેમની માતાનું નામ દુર્લભદેવી હતું. દુર્લભદેવીને ત્રણ પુત્ર હતા. ૧. જિનયશ, ૨. યક્ષ અને ૩. મલ્લ. આ મલ્લ એ જ મલવાદી. શ્રી જિનાનંદસૂરિ તેમના ગુરુ અને સંસારીપણે મામા હતા. પ્રબંધ ચિંતામણિ” મુજબ દુર્લભદેવી વલભીનરેશ શિલાદિત્યની બહેન હતી. મલ્લવાદી રાજા શિલાદિત્યના ભાણેજ હતા. અન્ય પ્રબંધમાં શ્રી મલવાદીસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા અને તેમનાથી મઢ઼વાદીગચ્છ ચાલ્યું હોવાનું દર્શાવ્યું છે. આ મહૂવાદીગચ્છની ગાદી પંચાસર, પાટણ, થામણા (ખંભાત) વગેરે સ્થાનમાં હતી, જેની પરંપરામાં મદ્વવાદી નામના બીજા પણ અનેક સૂરિવરે થયા છે. આ આચાર્ય દરેકના પૂર્વજપહેલાં મલ્લવાદી હતા. શ્રી મદ્ભવાદીને કુટુંબીજનો જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતા. મલવાદીની માતા દુર્લભદેવી જૈનધર્મની અનન્ય ઉપાસિકા હતી. મલ્લવાદીના મામા શ્રી જિનાનંદસૂરિ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે એક વખત શાસ્ત્રાર્થમાં બૌદ્ધભિખુ નંદથી પરાભવ પામવાને લીધે તેમને ભરૂચ છોડવું પડ્યું. તે પછી તેઓ વલભી પધાર્યા. ત્યાં એક દિવસ તેમને ધર્મોપદેશ શ્રવણ કરવા દુર્લભદેવી પિતાના ત્રણ પુત્રો સાથે આવ્યા હતા. તેમના ઉપદેશથી દુર્લભદેવી અને તેમના ત્રણે પુત્રે વૈરાગ્ય પામ્યા. સંસારની અસારતા સમજ્યા. માતાસહિત ત્રણે પુત્રોએ શ્રી જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે ધર્મશાન અભ્યાસ કરી ત્રણે મુનિભાઈ એ વિદ્વાન થયા. ત્રણેમાં મલમુનિ સૌથી વધુ વિદ્વાન હતા. શ્રી જિનાનંદસૂરિ પોતે વિવિધ વિષયેના ગંભીર જ્ઞાતા હતા. પૂર્વાચાર્યો દ્વારા “જ્ઞાન-પ્રવાદ’ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્દધૃત “નયચક” નામને ગ્રંથ તેમની પાસે હતા, જેનું અધ્યયન-અધ્યાપન વિશેષ વિધિપૂર્વક જ કરી-કરાવી શકાતું હતું. એક વખત તીર્થયાત્રા કરવા જતી વખતે તેમણે વિચાર કર્યો કે, બાળસુલભ ચપળતાને કારણે કુશાગ્રબુદ્ધિવાળા મલમુનિ દ્વારા આ ગ્રંથ ભણવામાં આવશે તે અનિષ્ટ થવાનો સંભવ છે. આ અંગે સ્પષ્ટ નિષેધાત્મક આદેશ આપીને જ મારે તીર્થયાત્રાએ જવું એ ઉચિત છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી આચાર્યશ્રી જિનાનંદસૂરિએ સાધ્વી દુર્લભદેવીની સાથે મલ્લમુનિને બેલાવીને કહ્યું કે—“પ્રિય શિષ્ય ! હું તીર્થયાત્રા માટે જાઉં છું. મન લગાડીને અભ્યાસ કરતા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy