SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શાસનપ્રભાવક આચાર્ય સિદ્ધસેને બુદ્ધિ પર ઘણું જોર લગાવ્યું પણ એ લેકનો અર્થ કરી શક્યા નહિ. તેમણે મને મન વિચાર કર્યો કે આ મારા ગુરુ વૃદ્ધવાદી તે નથી ને? વારંવાર તેમની મુખાકૃતિ જોઈ આચાર્ય સિદ્ધસેને ગુરુ વૃદ્ધવાદીને ઓળખ્યા અને સંકોચ પામ્યા. આચાર્ય વૃદ્ધવાદી બોલ્યા કે–“ગકલ્પદ્રુમ શ્રમણસાધના યોગકલ્પવૃક્ષ સમાન છે. આ વૃક્ષનાં મૂળ યમઅને નિયમ છે. ધ્યાન, પ્રકાંડ અને મમતા સ્કંધ છે. કવિત્વ વગેરે પુષ્પ સમાન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ મધુર ફળ છે. હજી સાધનાજીવન રૂપી કલ્પવૃક્ષ પુષ્પવાળું થયું છે. ફળ આવ્યા પહેલાં પુને તેડે નહિ. મહાવ્રત રૂપી છેડવાને ઉખેડી ન નાખે. પ્રસન્ન મને અહંકારરહિત થઈ વીતરાગ પ્રભુની આરાધના કરે. મહ આદિ વૃક્ષોની ઝાડીથી ગહન વનમાં કેમ ભ્રમણ કરે છે?” આ પ્રમાણે આચાર્યશ્રી વૃદ્ધવાદીએ એ ગાથાના વિવિધ અર્થો કરી શ્રી સિદ્ધસેનસૂરિનાં આંતરચક્ષુ ઉઘાડી નાખ્યાં. તેમણે ગુરુનાં ચરણોમાં પડી ક્ષમા માગી. અન્ય પ્રમાણોના આધારે આ ઘટના એવી પણ છે કે, કૂર્માનગરમાં પહોંચી, આચાર્ય વૃદ્ધવાદી પાલખી ઉપાડનાર પુરુષ સાથે પોતાના સ્કંધ પર પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે તેમના પગ લથડતા હતા અને તેમના તરફ પાલખી નીચે થતી હતી. આચાર્ય સિદ્ધસેનની નજર વાવૃદ્ધ કૃશ શરીરવાળા વૃદ્ધવાદી પર પડી. તેએ અભિમાનપૂર્વક બેલ્યા“મૂરિમામાન્તઃ ધ વિ તવ વાધતિ? (હે વૃદ્ધ! ઘણા ભારથી દબાયેલે તમારે સ્કંધ શું પીડા પામે છે?)” અહીં આચાર્ય સિદ્ધસેને નાબૂ ધાતુ આત્મપદ હોવા છતાં પદ્મપદને પ્રગટ કર્યો, જે અશુદ્ધ હતું. તે અશુદ્ધ પ્રગને પરિભાજિત કરી આચાર્ય વૃદ્ધવાદી બોલ્યા કે–“તથા વાતે જો યથા વાધરિ વાઘા (વાતિ પ્રવેગ કરવાથી મને જેવી પીડા થાય છે તેવી પીડા મારા સ્કંધને થતી નથી.)” આચાર્ય સિદ્ધસેન જાણી ગયા કે, મારી અશુદ્ધિને સંકેત કરનાર મારા ગુરુ વૃદ્ધવાદી સિવાય બીજા કઈ હોઈ શકે નહિ. આથી આચાર્ય સિદ્ધસેન તે જ વખતે શિબિકામાંથી નીચે ઊતરી ગુરુનાં ચરણે પડી ગયા. આચાર્ય વૃદ્ધવાદીએ તેમને પ્રાયશ્ચિત્ત આપી સંયમમાં સ્થિર કર્યા અને પિતાને ગણનાયક તરીકે નીમ્યા. તે પછી અનશન ગ્રહણ કરી આચાર્ય વૃદ્ધવાદી સ્વર્ગવાસ પામ્યા. એક વખત આચાર્ય સિદ્ધસેનને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમને સંસ્કૃત ભાષામાં રૂપાન્તર કરવાનું વિચાર આવ્યો. તેમણે આ ભાવના વડીલે પાસે રજૂ કરી. તેઓની ના હોવા છતાં તેમણે “નમેડીંત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય ની રચના કરી બતાવી. તેમના આ કૃત્યથી સૌએ પ્રબળ વિરોધ કર્યો. તીર્થકર અને ગણધરની અશાતના સમજી તેમને પરાંચિત નામનું મોટું પ્રાયશ્ચિત્ત આપ્યું. સંઘના આ પ્રબળ વિરોધના ફળ રૂપે તેમને બાર વર્ષ સુધી ગણસમુદાયની બહાર રહેવાને કઠેર દંડ મળે. આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત્ત વહન કરવામાં તેમને માટે એક અપવાદ હતું. બાર વર્ષની આ અવધિમાં તેઓ જૈનશાસનની મહાન પ્રભાવના કરે તે દંડની સમયમર્યાદા પહેલાં સંઘમાં સંમિલિત કરવા. આચાર્ય સિદ્ધસેન સાધુવેશનું પરિવર્તન કરી સાત વર્ષ વિહાર કરતા રહ્યા. તે પછી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy