________________
૩૪.
શાસનપ્રભાવક
ધર્મભાવ પ્રગટ થતું. સાધુઓના સહવાસથી મારા અંતરમાં શાશ્વત આનંદની લહેરીએ આવી જતી. શાની વાત સાંભળવાને મને ખૂબ જ શોખ હતે. અનુભવે એમ લાગ્યું છે કે, આગમ સાહિત્યનું કેવળજ્ઞાન અને ગીતાની સ્થિતપ્રજ્ઞતાના ગંભીર ચિંતનથી માનવમનનાં ડહોળાયેલાં નીર નીખરી જાય છે. આત્મસંપદા અને આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવા જ્ઞાની મુનિઓના સંગ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડે છે. ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આત્મપરિણતિ શું છે તેને ખ્યાલ આવે છે. નિર્લેપી સાધુઓને સહવાસ આત્માના વિકાસની મંગલ ઘડી બની જાય છે. સંસારના મૂક સાક્ષી બની જઈએ તે એ પરમ અવસ્થા પુણ્યદયની નિશાની છે. જેમ જેમ સાધુઓને સત્સંગ વધતે ગયે, તેમ તેમ આત્મજાગૃતિ માટે મન તડપતું રહ્યું છે. સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. લીમડાના રસ જેવો કડવો અને કથીર જેવો હલકે આ સંસાર, એ વિષે આ સાધુભગવંતે પિકારી પિકારીને યુગોથી કહેતા આવ્યા છે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ. રોજ એકાદ વાર
એકાંતમાં આત્માના રાજ્યમાં ચાલ્યા જઈએ અને રાગનાં, શ્રેષનાં, મેધનાં, વાસનાનાં પડળે ઉતારી આત્માના સાચા સ્વરૂપને નીરખવા ગેડી મથામણ કરશું, તેમાં કોઈ સંતનું માર્ગદર્શન સાંપડશે તે આત્મદર્શન અને દિવ્ય અનુભૂતિ અવશ્ય થશે જ. જેમનાં નયનેમાંથી સર્વનું કલ્યાણ કરતા પ્રશમ રસ સદા વહેતું હોય એવા ગુણીજન સાધુઓના સહવાસથી આપણા રાગ-દ્વેષ પાતળા પડી જાય છે, દેશનું વિસર્જન થાય છે અને એક માત્ર આત્મદર્શનની રઢ લાગી જાય છે. આજે જ્યારે માનવી અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાં સપડાય છે, કુટુંબજીવન કલુષિત બનતું જાય છે, ત્યારે ગામડે ગામડે વિચરતો જેનસાધુ આ વિષમકાળમાં સૌને વિસામો બની શકે તેમ છે, જે વિસામે પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર ચિદાનંદમાં રમતું થઈ જશે. માનવભવ જે મુક્તિનું મંગલ દ્વાર છે, તે ચારિત્ર તેની ગુરુચાવી છે. જૈન સાધુ આ મુક્તિદ્વારને ખેલવાને પ્રચંડ પુરુષાર્થ કરનાર ધર્મગી છે. આમ, સાધુઓને સંગ માનવજીવનના હિતમાં છે.
શ્રદ્ધાસંપન્ન સૂરિવર્યોનાં સ્મૃતિચિહ્નોથી પાવન બનેલી ખંભાતની પુણ્યભૂમિક
ખંભાતના સાક્ષરવર્ય ડો. જે. પી. અમીન સાહેબ એક ધમાં લખે છે કે “જેન તીર્થ ધામ તરીકે પ્રખ્યાત હોવાના કારણે ઘણું પ્રભાવિક આચાર્યો ખંભાતમાં થઈ ગયા અથવા ચાતુર્માસ વગેરે નિમિત્તે ખંભાતમાં રહી ગયા–જેમાં શ્રી દેવેન્દ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી માણિજ્યચંદ્રસૂરિજી, શ્રી વિજયચંદ્રજી, શ્રી સિંહતિલકસૂરિજી, શ્રી જયકીર્તિસૂરિજી, શ્રી જ્યકેસરસૂરિજી, શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનદયસૂરિજી, શ્રી રત્નસિંહસૂરિજી, શ્રી ભાવસાગરસૂરિજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી, શ્રી ગુણનિધાનસૂરિજી, શ્રી ધર્મમતિસૂરિજી, શ્રી કલ્યાણ સાગરસૂરિજી, શ્રી અમરસાગરસૂરિજી, શ્રી હીરવિજ્યસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયતિલકસૂરિજી, શ્રી હેમવિમલસૂરિજી, શ્રી સોમવિમલસૂરિજી, શ્રી આનંદવિમલસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, શ્રી રામચંદ્રસૂરિજી, શ્રી વિમલચંદ્રસૂરિજી, શ્રી જયચંદ્રસૂરિજી, શ્રી લક્ષ્મી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org