________________
૧૬૪
શાસનપ્રભાવક
આચાર્ય દુર્બલિકાપુષ્પમિત્ર લગભગ ૧૭ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. સંયમપર્યાયના ૫૦ વર્ષમાં ૩૩ વર્ષ આચાર્યપદનું ઉત્તરદાયિત્વ કુશળતાપૂર્વક સંભાળ્યું. વિશિષ્ટ ધ્યાનસાધનાથી આત્માને ભાવિત કરતાં વિરનિર્વાણ સં. ૬૧૭ (વિ. સં. ૧૪૭)માં તેઓ સ્વર્ગવાસ પામ્યા.
૧૨૦ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાયી, છઠ્ઠી શતાબ્દીનાં ઐતિહાસિક શાસનકાર્યોમાં અગ્ર, અનેક ગણ-ગચ્છ-શાખાઓ પ્રવર્તાવનાર શિષ્યસમ્મદાથી દેદીપ્યમાન
આચાર્યશ્રી વજાસેનસૂરિજી મહારાજ
શ્વેતામ્બર પરંપરામાં આચાર્ય શ્રી વજસેનસૂરિ પિતાના યુગમાં એક પ્રભાવક આચાર્ય હતા. યુગપ્રધાન આચાર્યોમાં તેમની ગણના થાય છે. સોપારકનગરમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેમના પરિવારને પ્રતિબંધ આપવાને યશ આચાર્યશ્રી વાસેનસૂરિને જાય છે. શ્રી વાસ્વામીએ શ્રી વાસેનસૂરિને ગણાચાર્યપદે સ્થાપ્યા હતા. શ્રી વાસ્વામી તેમના ગુરુ ન હતા, તેમના ગુરુ ગણાચાર્ય સિંહગિરિ હવાને સંભવ છે. યુગપ્રધાનાચાર્યના ક્રમમાં શ્રી વાસ્વામી પછી આર્ય રક્ષિત, આર્યન રક્ષિત પછી દુબલિંકાપુષ્પમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર પછી શ્રી વાસેનસૂરિને ક્રમ આવે છે. શ્રી વજસેનસૂરિને મુખ્ય ચાર શિષ્યો હતાઃ ૧. નાગેન્દ્ર ૨. ચંદ્ર ૩. નિવૃત્તિ અને ૪. વિદ્યાધર. આ ચાર શિષ્યોમાંથી અનુક્રમે નાગેન્દ્રકુળ, ચંદ્રકુળ, નિવૃત્તિકુળ અને વિદ્યાધરકુળની ઉત્પત્તિ થઈ દરેક કુળમાં ઉત્તરોત્તર અનેક પ્રભાવક આચાર્યો થયા.
આચાર્ય વાસેનસૂરિનો જન્મ વીરનિર્વાણ સં. ૨ (વિ. સં. ૨૨)માં થયું હતું. તેમણે વૈરાગ્યપૂર્વક વીરનિર્વાણ સં. ૫૦૧ (વિ. સં. ૩૧)માં ૯ વર્ષની નાની વયે મુનિજીવનમાં પ્રવેશ કર્યો. આગમોનું ગંભીર અધ્યયન કરી તેઓ જેનદર્શનના વિશિષ્ટ જ્ઞાતા બન્યા. ઉત્તર ભારત તેમનું વિહારક્ષેત્ર હતું. વિરનિર્વાણની છઠ્ઠી શતાબ્દીને ઉત્તરાર્ધ દેશ ઉપર મહાન સંકટને સમય હતે. બારવર્ષીય દુષ્કાળની અસરથી આખું ઉત્તર ભારત ઘેરાયું હતું. આ સમય વીરનિર્વાણ સં. ૫૮૦ થી ૫૯૨ને હતે. આ સમયે દશ પૂર્વધર શ્રી વાસ્વામી સંઘનું સુકાન સંભાળી રહ્યા હતા. તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા તે સમયે શ્રી વજાસેનસૂરિ પણ તેમની સાથે હતા. શ્રી વાસેનસૂરિ આચાર્ય સ્વામી સૂરિથી દીક્ષા પર્યાયમાં તેમ જ વયમાં ૩-૪ વર્ષ મોટા હતા, તેમ છતાં યુગપ્રધાન પરંપરામાં તેઓ પછી આવે છે. તેના એક કારણુમાં, આચાર્ય વાસ્વામી સાથે અનશનમાં સાથેના બધા મુનિઓ જોડાયેલા, પણ શ્રી વાસેનસૂરિ જોડાયેલ નહીં. ને ગણાચાર્ય આદિની પરંપરાને સજીવન રાખવા ગણાચાર્ય પદની જવાબદારી સંભાળી હતી. તેમના દીર્ઘ આયુષ્યના કારણે તેઓ ૩૩ વર્ષ ગણાચાર્યપદ અને ૩૦ વર્ષ સુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ વહન કરવા સમર્થ બન્યા હતા. આ
શ્રી વજસેનસૂરિ દીર્ઘ અનુભવી હતા. દરેક બાબતના સંપૂર્ણ જ્ઞાતા હતા. ઉત્તર ભારતમાં દુષ્કાળના ઓછાયા દૂર થતાં અને દક્ષિણ ભારતમાં ભયંકર દુષ્કાળ પ્રવર્તતાં, આચાર્ય શ્રી વજ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org