________________
શ્રમણભગવંતા
જૈનશાસન અને સંયમધની રક્ષા માટે અભૂતપૂર્વ પરાક્રમ દાખવનારા અને જેમના નિણ યથી સંવત્સરી મહાપ`ની આરાધના પાંચમની ચેાથના . આજ પર્યંત પ્રવતી રહી છે. એવા
આચાર્યશ્રી કાલકસૂરિ (બીજા કાલકાચાર્ય) મહારાજ
ધરક્ષા અને સંયમરક્ષા માટે ઝઝૂમનાર એકલવીર આચાર્ય કાલકસૂરિ ( બીજા કાલકાચા)નું નામ જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ અને સંસ્મરણીય છે. આચાય કાલકસૂરિએ પશ્ચિમમાં છેક ઇરાન સુધી વિહાર કર્યાં હતા. તેમના આ વિહાર ધર્મરક્ષા અને સયમરક્ષા માટે જ હતા, અને તે અનિવાય હતા.
૧૯૫
શ્રી કાલકસૂરિના જન્મ ધારાવાસ નામના નગરમાં થયે। હતા. ત્યાંના રાજા વીરિસ’હુ અને રાણી સુરસુંદરીના તેઓ કુંવર હતા. તેમની બહેનનું નામ સરસ્વતી અને તેમનુ પેાતાનું નામ કાલક હતું.
એક વખત કુમાર કાલક સામ`તા સાથે ઘેાડા ઉપર બેસી નગર બહાર જઈ રહ્યા હતા. બહાર ઉદ્યાનમાં તેમણે શ્રી ગુણાકરસૂરિ નામના જૈનાચાય ને ઉપદેશ આપતા જોયા. તેમની ત્યાગગર્ભિત ધીર-ગભીર અને હૃદયસ્પર્શી વાણી સાંભળી તેમને વૈરાગ્ય ઊપજ્યું. રાજમહેલે આવી માપિતાની અનુમતિ મેળવી. બહેન સરસ્વતીએ પણ દીક્ષા લેવાના નિણ્ય કરતાં, બંનેએ આચાર્ય ગુણાકરસૂરિ પાસે દીક્ષા અ'ગીકાર કરી.
કાલકકુમાર હવે કાલક મુનિ બની ગયા. તેજ બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિને કારણે અલ્પ સમયમાં તેઓ જિનાગમેાના પારગામી બની ગયા. ગુરુએ તેમને સ` રીતે યોગ્ય જાણી આચાર્ય પદથી વિભૂષિત કર્યાં. એક વખત આચાયૅ કાલકસૂરિ શિષ્યપરિવાર સાથે અવંતિ (ઉજ્જયિની) પધાર્યા. તેઓએ નગર બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી હતી. તેમનાં મહેનમહારાજ સાધ્વીજી સરસ્વતી પણ અવંતિ પધાર્યાં હતાં. તેઓ નામ પ્રમાણે સાક્ષાત્ સરસ્વતી જેવાં હતાં. દેખાવમાં રૂપ રૂપનો અંબાર હતાં. તે સમયે અતિમાં ગભિલ્લરાજા રાજ્ય કરતા હતા. તે ઘણા કામાંધ હતા. સાધ્વી સરસ્વતીના રૂપની તેને જાણ થતાં પોતાના સૈનિકો દ્વારા તેનું અપહરણ કરાવ્યું. સાધ્વી સરસ્વતીએ ઘણી ચીસે પાડી અને બૂમા પાડી પણ રાજાની ભારે ધાકથી કાઈ છેડાવવા આવ્યું નહી. આચાય કાલકસૂરિને આ ખબર મળતાં તુરત રાજસભામાં પધાર્યા; અને રાજા ગભિલ્લુ સામે જોઈ ખેલ્યા કે, “હે રાજન! વાડથી રક્ષિત ફળનું જે વાડ જ ભક્ષણ કરવા લાગે તે ફળની રક્ષા કેવી રીતે થાય રક્ષક જો ભક્ષક અને તેા દુઃખની વાત કોની પાસે જઈ ને કરવી ? આપ સમગ્ર પ્રજાના રક્ષક છે. આપના દ્વારા એક સાધ્વીજીનું અપહરણ થાય એ કાઈ રીતે ઉચિત નથી. માટે આપ તેને મુક્ત કરો.
""
આચાય કાલકસૂરિએ ખૂબ ખૂબ સમજાયૈા; પણ કામાંધ રાજા જરા પણ સમયે નહીં. મહાજન, ધર્મીજને, વિદ્વન્દ્વનો, નગરજનો અને મંત્રી આદિ રાજ્યાધિકારીઓએ પણ નિવેદન કર્યું ; પડેશના રાજાએ સુદ્ધાંએ અનેક પ્રયત્ન કર્યો; પણ મૂઢમતિ રાજાએ કોઈની વાત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org