SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શાસનપ્રભાવક तिसमुदखायकित्ति दीवसमुद्देसु महियपेयालम् । વજે બગસમુદ્ર આવવુમિરણમુન્ ગામ / ૨૬ / આ લોક પ્રમાણે આચાર્ય સમુદ્રની કીર્તિ સમુદ્રપર્યત વિસ્તાર પામી હતી. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અક્ષુભિત સમુદ્ર જેવા ગંભીર હતા. તેમ જ તેઓ ગંભીર, જ્ઞાની અને ખગળશાસ્ત્રના પારગામી હતા. આચાર્ય સંગ્રેસૂરિના ગુણાનુવાદ કલેક આ પ્રમાણે છે : भणगं करगं झरगं पमावगं णाण-दसणगुणाणम् । वन्दामि अज्जमंगू सुयसागरपारगं धीरम् ॥ २७ ॥ કાલિકપૂર્વ સૂત્રાર્થને ભણે તે ભણક, ચરણ અને કરણની ક્રિયા કરે તે કરક, સૂત્ર અને અર્થનું મન વડે ધ્યાન કરે તે કરક, પરવાદીને જીતવાથી પ્રવચન પ્રભાવક – આવા જ્ઞાન અને દર્શનગુણના પ્રભાવક, શ્રુતસમુદ્રના પારગામી આર્ય મંગૂને વંદન કરું છું. ચૂર્ણ ગ્રંથમાં મળતાં વર્ણન પ્રમાણે આચાર્ય મંગૂએ મથુરાના ભક્ત શ્રદ્ધાળુઓને પિતાની ઉપદેશવાણીથી વિશેષ પ્રભાવિત કર્યા હતા. ભક્તો વિશેષ પુણ્યલાભ જાણે સ્વાદિષ્ટ આહાર વહોરાવવા લાગ્યા. ભક્તો દ્વારા મળતાં આ રસયુક્ત આહારથી આસક્ત બની આચાર્ય મંગૂ ત્યાં જ સ્થિરવાસ કરી રહ્યા અને આલોચના કર્યા વિના કાળધર્મ પામી તેઓ યક્ષોનિમાં ઉત્પન્ન થયા હતા. પણ પછી આવી રસવૃત્તિમાં અન્ય મુનિઓ લેપાયે નહીં તે માટે પ્રત્યક્ષ આવી બોધ આપી ગયા. આચાર્ય ભદ્રગુપ્ત દશપૂર્વધર હતા. તેઓ જોતિષવિદ્યાના પરમ જ્ઞાતા હતા. આર્ય રક્ષિતે આચાર્ય ભદ્રગુપ્તની તેમની અનશનની સ્થિતિમાં વિશેષ સેવા કરી હતી. આચાર્યશ્રી વજાસ્વામીએ પણ દશ પૂર્વોનું જ્ઞાન આચાર્ય ભદ્રગુપ્તસૂરિ પાસેથી ગ્રહણ કર્યું હતું. આ ભદ્રગુપ્તસૂરિને જન્મ વીરનિર્વાણ સં. ૪૨૮માં, દીક્ષા નં. ૪૪માં, યુગપ્રધાનપદ સં. ૪૯૪માં અને સ્વર્ગવાસ સં. પ૩૩માં ૧૦૫ વર્ષની વયે થયે હતે. વાચનાચાર્ય શ્રી કાંડિલ્ય પછી આચાર્યશ્રી સમુદ્રને કેમ હોવાથી આચાર્યશ્રી સમુદ્રને પદાહણ સમય વિરનિર્વાણ સં. ૪૧૪ને છે. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૪પરમાં થયે હતું. તે પછી આચાર્ય મંગૂ અને આચાર્ય ધર્મને વાચનાચાર્યને કાળ અનુક્રમે શરૂ થાય છે. આચાર્ય મંગુને આચાર્યકાળ ૨૦ વર્ષને અને આચાર્ય ધર્મને આચાર્ય કાળ ૨૪ હોવાથી આચાર્ય મંગૂને આચાર્યકાળ વીરનિર્વાણ સં. ૪૫૧ થી ૪૭૦ અને આચાર્ય ધર્મસૂરિને આચાર્યકાળ વીરનિર્વાણ સં. ૪૭૧ થી ૪૯૪ સુધી છે. આચાર્ય શ્રી ધર્મસૂરિની અને આચાર્યશ્રી ભદ્રગુપ્તની યુગપ્રધાનાચાર્યોમાં પણ ગણના કરવામાં આવી છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy