SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો ૧૩૧ સૂરિની ૩૭૨૮ લેકપ્રમાણ લઘુ ટીકા અને આચાર્યશ્રી મલયગિરિની ૧૬,૦૦૦ લોકપ્રમાણ વિસ્તૃત ટીકા છે. જેનદર્શનનું મહદ્ અંશે સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે. તેમ કહીએ તે ચાલે. પન્નવણાના પ્રારંભિક મંગલાચરણનાં પદોમાં શ્રી શ્યામાચાયને પૂર્વ કૃતધારક જણાવ્યા છે. શ્રી શ્યામાચાર્ય દીર્ધાયુ હતા. મુનિજીવનના ૭૬ વર્ષના કાળમાં ૪૧ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. તેમનું સંપૂર્ણ આયુષ્ય ૬ વર્ષ, ૧ માસ અને ૧ દિવસનું હતું. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૭૬માં થયે. આર્ય પાંડિલ્યને ગૃહસ્થપર્યાયને કાળ ૨૨ વર્ષના હતું. તેઓ ૮ વર્ષ સુધી સામાન્ય મુનિપર્યાયમાં રહ્યા. સંયમજીવનનાં કુલ ૭૬ વર્ષના સમયગાળામાં ૨૯ વર્ષ યુગપ્રધાનપદ શોભાવ્યું. આર્ય વાંડિલ્ય ૧૦૮ વર્ષની વય પૂર્ણ કરી વિરનિર્વાણ સં. ૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આચાર્યશ્રી શ્યામાચાર્ય અને આચાર્યશ્રી પાંડિલ્ય એ બંને આચાર્યોએ જૈનશાસનમાં વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બંનેય પદવીઓ અલંકૃત કરી આચાર્યની ભૂમિકામાં તે સમયે મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રમણગણની ધુરાને વહન કરનારા યુગધમ ગણાચાર્યો શ્રી ઇન્દ્રદિન્નસૂરિજી મહારાજ, શ્રી આર્યદિન્નસૂરિજી મહારાજ અને શ્રી આર્ય સિંહગિરિસૂરિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં આચાર્ય ઇન્દ્રન્નિસૂરિ, આચાર્ય આર્ય દિન્નસૂરિ અને આર્ય-સિંહગિરિસૂરિ એ ત્રણેયનું એકસાથે વર્ણન કરવામાં આવેલ છે. આર્ય સુહસ્તિસૂરિની ગણાચાર્ય પરંપરામાં એ ત્રણેયને અનુક્રમે ઉલ્લેખ છે. કલ્પસૂત્ર સ્થવિરાવલિની લઘુ અને બૃહદ્ બંને વાચનામાં તેમનું વર્ણન છે. તેઓનાં જીવન વિશે ખાસ કઈ વિગતો ઉપલબ્ધ નથી. - આચાર્ય શૂલિભદ્ર પછી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ—એ બંનેની શિષ્ય પરંપરા ભિન્ન ભિન્નરૂપે જોવા મળે છે. આર્ય મહાગિરિની શિષ્ય પરંપરામાં આર્ય બલિસ્સહ, આર્ય સ્વાતિ વગેરેને ઉલ્લેખ છે અને આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ પછી આચાર્ય ઇન્દ્ર દિન્ન, આચાર્ય આર્યદિન્ન અને આર્ય સિંહગિરિનો ઉલ્લેખ છે. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા, તેમાં આચાર્ય ઇન્દ્રદિનનું નામ સર્વ પ્રથમ છે. અને આચાર્ય આર્યદિન્નને બે શિષ્ય હતાઃ ૧. આર્ય શાન્નિશ્રેણિક અને આર્ય સિંહગિરિ. દશ પૂર્વધર ગગનગામિની વિદ્યાના ધારક આર્ય વજીસ્વામીના ગુરુ આર્ય સિંહગિરિસૂરિ હતા. આચાર્ય ઇન્દ્રદિન્નસૂરિના ગુરુબંધુ આચાર્ય પ્રિયગ્રન્થસૂરિના જીવનની એક વિશેષ પ્રભાવક ઘટના આ પ્રમાણે મળે છે –આચાર્ય પ્રિયગ્રન્થસૂરિ મંત્રવિદ્યાના વિશેષ જાણકાર હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy