SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક બની શકે. આજે જે રીતે અમુક ગામડાંઓ પર “વિહાર' બેકરૂપ બની ગયું છે એવું ન બને. આઠ મહિના વિચરણ અને ચાર મહિના જયણા-જીવદયાની દષ્ટિએ એક ક્ષેત્રમાં નિવાસજૈન મુનિજીવનની આ ભવ્ય પરંપરા છે. છે વિશિષ્ટ નિયમોના પાલનપૂર્વક ગુરુની નિશ્રામાં તીર્થયાત્રા કરવાને લાભ – એ મહિમા ઘણે છે. આવું સંઘ- જન છરી પાલક સંઘના નામે ઓળખાય છે. આ રીતે યાત્રા કરવાથી નાનાં નાનાં ગામડાંઓમાં પણ જવાનું થાય છે. અને તેઓને દર્શન-પૂજન આદિને લાભ મળે છે. એ ગામડાની કોઈ જરૂરિયાત હોય તે તે પણ પૂર્ણ થાય છે. બસયાત્રામાં એ શક્ય નથી. ઉપરનાં કર્તવ્ય બરાબર અદા થઈ શકે એ માટે સંઘને આચાર્ય દે નિશ્રા આપતા હોય છે. ટૂંકમાં જોઈ એ તે, ઉપધાન એ સૂત્રના અધિકારી થવા માટેની ઉત્તમ ક્રિયા છે. ઓળી એ શાશ્વતા નવપદની આરાધના છે. ઉજમણું એ તપસ્યા આદિની પૂર્ણતાની – સુકૃત્યેની અનુમોદનાની અનોખી પ્રવૃત્તિ છે. આ બધાં કાર્યોમાં શ્રાવકે પ્રમાદ ન કરે તે માટે શ્રમણો ઉપદેશ નિમિત્તે પ્રેરણા આપે છે. શ્રાવકોએ આવાં આદર્શ કાર્યો અગણિત કર્યા છે, અને કર્યો જ જાય છે. ઉપધાન જેમ સાધુજીવનને અનુભવ કરવાનું સાધન છે, તેમ છરી પાલિત સંઘ ગામ-ગામનાં જિનચૈત્ય જુહારવાનું, શ્રાવકેની આર્થિક, આધ્યાત્મિક સ્થિતિને જોઈ-સમજીને વિકસાવવાનું ઉત્તમ કાર્ય છે. ઉચ્ચ ભાવે એક એક ડગલું તીર્થ તરફ ભરતાં ભરતાં કર્મ ખપતાં જાય છે. શ્રમણે તપ, ત્યાગ, શીલ, ભાવ આદિ ધર્મની વૃદ્ધિ માટે આવાં કાર્યો કર્તવ્ય રૂપે કરવાનું યાદ અપાવે છે. ભૂતકાળના કુમારપાળ, વસ્તુપાલ-તેજપાલ, માણેકલાલ, મનસુખભાઈ આદિના સંઘે પ્રસિદ્ધ છે. શ્રમણધર્મમાં જ્યણું સાચવવાનાં ઉપકરણ : આમ જુઓ તે, શ્રમણજીવનને સંપૂર્ણ ગણવેશ જયણની જાળવણુના ધ્યેયપૂર્વક નક્કી કરાયેલ છે. સીધી કે આડકતરી રીતે લગભગ બધાં જ ઉપકરણે યણ માટેનાં જ કહી શકાય તેમ છે. એ, ડડાસણ, પંજણી, રજોહરણ, ચરવાળી, સૂપડી, કામળી, સંથરે, મુહપત્તિ વગેરે મુખ્ય ઉપકરણે જયણનાં પાલનમાં વિશેષ રીતે સહાયક બનતાં હોય છે. ઉપાશ્રયો અને પાઠશાળાઓ : શ્રાવકે ધર્મારાધના સારી રીતે કરી શકે તે માટે ઉપાશ્રયોનું નિર્માણ થતું હોય છે. માટે જૂના જમાનામાં ઉપાશ્રય, પૌષધશાળા તરીકે જ ઓળખાતું. આ રીતે શ્રાવકસંઘે આરાધના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy