________________
શ્રમણભગવંતે
લાગ્યા અને તેમનું મન વૈરાગ્યવાસિત બન્યું. વૈરાગ્યવાસિત એવા આ બ્રાહ્મણ વિદ્વાન યશેભદ્ર ૨૨ વર્ષની યુવાનવયે શ્રમણસંઘના નાયક શસ્વૈભવસૂરિ પાસે વીરનિર્વાણ સં. ૮૪માં દીક્ષા ગ્રહણ કરી. સંયમી જીવનમાં શ્રુતસંપન્ન આચાર્ય શય્યભવસૂરિનું સાન્નિધ્ય તેમને અત્યંત લાભકારી સિદ્ધ થયું. તેઓ ૧૪ વર્ષ સુધી તેમની પાસે રહ્યા. સંયમસાધના સાથે પૂર્વકૃત અને આગમશ્રતને પૂર્ણ અભ્યાસ કર્યો. પિતાના દીક્ષાગુરુ શ્રી શય્યભવસૂરિ પછી વીરનિર્વાણ સં. ૯૮માં તેઓ યુગપ્રધાનપદ પર આરૂઢ થયા. શ્રી વીરપરમાત્માના શાસનનું સંચાલન કુશળતાપૂર્વક કર્યુ. આચાર્યપદ સમયે તેમની વય ૩૬ વર્ષની હતી. તેમણે મગધ, અંગ તેમ જ વિદેહ એ ત્રણે ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રચાર કર્યો. તેમની અમૃતમય વાણી મગધ, અંગ અને વિદેહની પૃથ્વી પર ચારે દિશાઓમાં ગુંજતી રહી.
આચાર્ય શય્યભવસૂરિ અને આચાર્ય યશભદ્રસૂરિ એ બંને બ્રાહ્મણપુત્ર હતા. પિતાના બ્રાહ્મણ સમાજ ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. એ કારણે તે બંને આચાર્યોના ૭૩ વર્ષના દીર્ઘ શાસનકાળમાં બ્રાહ્મણ સમાજમાં જૈન સંસ્કૃતિને ફેલાવો કરવાની દષ્ટિએ તેઓ વિશિષ્ટ પ્રભાવક રહ્યા, જેથી યાજ્ઞિક ક્રિયાકાંડોમાં થતી હિંસાને સ્થાને અહિંસાની ઉદ્ઘેષણ સાંભળવામાં આવી. સંયમશીલ આચાર્ય સંભૂતિવિજ્યસૂરિ અને આચાર્ય ભદ્રબાહુસૂરિ—આ બંને આચાર્ય થશેભદ્રસૂરિના શિખ્ય હતા.
આચાર્ય થશેભદ્રસૂરિ પાસે એક આચાર્યની પરંપરા હતી. આચાર્ય યશોભદ્રસૂરિએ પિતાની પછી સંભૂતિવિજ્ય અને ભદ્રબાહુ એ બન્નેને આચાર્યપદે નિયુક્ત કર્યા. આચાર્ય યશભદ્રસૂરિ ચૌદપૂર્વધારી, ઉત્તમ ચારિત્રસંપન્ન અને સૌમ્યભાવી હતા. તીર્થકરદેવ શ્રી મહાવીર પરમાત્માના ઉત્તરવતી યુગપ્રધાન આચાર્યોની પરંપરામાં સર્વથી વધારે શાસનકાળ આચાર્યશ્રી યશોભદ્રસૂરિને હતે. સંયમપર્યાયના કુલ ૬૪ વર્ષના કાળમાં ૫૦ વર્ષ સુધી તેમણે યુગપ્રધાનપદ સંભાળ્યું હતું. આચાર્ય શ્રી યશોભદ્રસૂરિને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૧૪૮ માં ૮૬ વર્ષની વયે થયે.
વિશાળ શિષ્ય પરિવારથી શેભતા અને તેજસ્વી ઉપદેશ શૈલીથી
આપતા શ્રી વીરશાસનના વિશિષ્ટ પ્રભાવક શ્રુતકેવળી આચાર્યદેવ શ્રીમદ્ સંભૂતિવિજયસૂરિ મહારાજ
આચાર્ય સંભૂતિવિજયસૂરિ જૈન શ્રમણ પરંપરામાં એક ગૌરવશાળી આચાર્ય હતા. શ્રી વીરશાસનની શ્રમણ પરંપરામાં તેઓ છઠ્ઠા પટ્ટધર હતા. શ્રુતકેવળીની પરંપરામાં ચોથા શ્રતકેવળી હતા. મહાઅમાત્ય શકહાલના બંને પુત્ર તથા સાતેય પુત્રીઓએ તેમની પાસે સંયમ ગ્રહણ કરી જીવન કૃતાર્થ કર્યું હતું.
આચાર્ય સંભૂતિવિજ્યસૂરિના દીક્ષાગુરુ તેમ જ વિદ્યાગુરુ શ્રતધર આચાર્ય યશોભદ્રસૂરિ હતા. આચાર્ય યશભદ્રસૂરિ આચાર્ય શય્યભવસૂરિના શિષ્ય હતા. સાતમા ગ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org