________________
શાસનપ્રભાવક
ગાનુયોગ, એ જ સમયે, એ જ અપાપાનગરમાં એમિલ નામના ધનાઢય બ્રાહ્મણે એક મહાયજ્ઞ યે હતું અને એ માટે દેશના મોટા મોટા નામાંકિત બ્રાહ્મણ પંડિતેને આમંચ્યા હતા. તેમાં સારા મગધદેશમાં અદ્વિતીય ગણાય એવા વૈદિક આચાર્ય ગૌતમ ગોત્રીય (૧) શ્રી ઇન્દ્રભૂતિ અને તેમના બે લઘુ બંધુઓ : (૨) શ્રી અગ્નિભૂતિ અને (૩) શ્રી વાયુભૂતિ તેમ જ અન્ય દિગ્ગજ આચાર્ય પંડિત, જેવા કે (૪) ભારદ્વાજ ગોત્રીય શ્રી વ્યક્ત, (૫) અગ્નિવૈયાયન ગોત્રીય શ્રી સુધર્મા, (૬) વાસિષ્ઠ ગેત્રીય શ્રી મંડિત, (૭) કાશ્યપ ગોત્રી શ્રી મૌર્યપુત્ર, (૮) ગૌતમ ગોત્રીય શ્રી અંકપતિ, (૯) હરિત ગોત્રીય શ્રી અચલભ્રાતા, (૧૦) કડિલ ગેત્રીય શ્રી મેતાર્થ અને (૧૧) કડિલ ગોત્રીય શ્રી પ્રભાવ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા.
અપાપાનગરીમાં આ દિવસે ચોમેર હલચલ મચી ગઈ હતી. એક બાજુ હજારે લોકે વિપ્રદેવ સોમિલે આદરેલા મહાયના દર્શને જઈ રહ્યા હતા, તો બીજી બાજુ માનવમહેરામણ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની ધર્મપર્ષદામાં ઊમટી રહ્યો હતો. વળી, જેતજોતામાં નગરીનું આકાશ પણ દેવવિમાનેથી છવાઈ ગયું હતું. એ દેવવિમાને સર્વ-સર્વદશી ભગવાન મહાવીર સ્વામીના સમવસરણ તરફ જઈ રહ્યાં હતાં. મહાયજ્ઞમાં ઉપસ્થિત અગિયારે દિગ્ગજ પંડિતાએ પિતાની ધારણાથી વિરુદ્ધ આ દશ્ય જોઈ અને પિતાથી પણ વધુ નાની-સર્વજ્ઞ આવ્યાનું જાણી, તેમનાં આશ્ચર્ય સાથે અભિમાન ઘવાયું ! તેને થયું કે શું અમારાથી વધુ વિદ્વાન કઈ હોઈ શકે ? ગૌતમ બન્યા ગણધર..
કંઈક કુતૂહલથી, કંઈક વિદ્યાના અભિમાનથી અને સર્વજ્ઞ મહાવીરને શાસ્ત્રાર્થમાં પરાજ્ય કરવાના આશયથી સર્વ પ્રથમ પ્રકાંડ પંડિત શ્રી ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરની ધર્મપર્ષદામાં જાય છે. તેમને થાય છે કે ક્યારે વાદ-વિવાદ કરું અને મહાવીરને પરાજય કરી મારી વિદ્યાને જ્ય
જ્યકાર કરું? તેમની આ ઉત્સુકતાના અંતની ઘડી આવી પહોંચી. તેઓ ભગવાન મહાવીર સમીપ પહોંચી ગયા. ભગવાનના અતિશયો જોઈને ઇન્દ્રભૂતિ પળવાર અહોભાવ અનુભવી રહ્યા : કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ !! અને જ્યાં ઇન્દ્રભૂતિ ભગવાનની બરાબર સન્મુખ ખડા થયા, ત્યાં જ ભગવાન મહાવીરે વાત્સલ્ય નીતરતી વાણીમાં તેમને આવકારતાં કહ્યું : ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો! તમારું સ્વાગત છે !”
ઇન્દ્રભૂતિ પિતાનું નામ સાંભળીને એક ક્ષણ તે વિસ્મય પામ્યા, પણ બીજી જ ક્ષણે તેમને અહં પોકારી ઊઠો : ના, ના ! મને કણ ન ઓળખે? હું વિખ્યાત પંડિત, મને સહુ કઈ જાણે! મારા નામથી મને બોલાવ્યો એમાં શી નવાઈ ! હા, તેઓ મારા મનની શંકાને પામી, એનું સમાધાન કરી આપે તો ખરા જ્ઞાની માનું.
ભગવાન મહાવીરે એ જ પળે કહ્યું: “ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવનું અસ્તિત્વ છે કે નહિ, એ શંકા તમારા હૃદયને સંતાપી રહી છે, ખરું ને? ... ઇન્દ્રભૂતિ ચમકને વિચારમાં પડી ગયા ? મારી આ શંકા મેં ક્યારેય કેઈ ને જણાવી નથી, તે આમને ક્યાંથી ખબર પડી? ભગવાન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org