SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક જ્ઞાન , નવાં નવાં મંદિર અને તીર્થોની યાત્રાને અને આનંદ પ્રાપ્ત થાય છે. આમ, ગોચરી, લેચ અને વિહાર જૈન સાધુઓની આગવી વિશેષતાઓ છે. જેન મહર્ષિઓ અને પાવનકારી ભૂમિઓ : ભારત અને ભારત બહાર જૈનેનું એક એક તીર્થ, એક એક મંદિર અને એક એક ઉપાશ્રય પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. પ્રાચીન ખંભાતમાં પૂજ્યપાદ શ્રી અભયદેવસૂરિજીએ એક તેત્ર રચીને પ્રગટ પ્રભાવી થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. પંદરમા સૈકાની પ્રાચીન નગરી મહેસાણામાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના સદુપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. શ્રી શીલગુણસૂરિજીના પ્રેરક પ્રસંગેનાં સંસ્મરણો તાજા કરાવતું રળિયામણું પંચાસર જુએ. જેના ઈતિહાસને સમૃદ્ધ કરનાર પટણા જુએ, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિ વાચક, જૈનાચાર્ય ભદ્રબાહુ, આર્ય મહાગિરિજી, આય સુહતિજી અને વાસ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિમાં ૮૪ જેટલી વાદશાળાઓ હતી. મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું એ મોટું મથક હતું. રાજા શ્રેણિકની રાજધાની-આજનું રાજગૃહી-અંતિમ કેવળી જંબુસ્વામી, ધન્ના શાલિભદ્ર અને સુલશા શ્રાવિકા આ નગરમાં જ જમ્યાં. પ્રસન્નચંદ્ર રાષિને આ નગરમાંથી જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આવી પાવન ભૂમિઓને લાખ લાખ વંદના ! સાધુઓનાં ઉપકરણ : ગેચરીનાં વાહક કાષ્ઠપાત્ર ગણાય છે, જે તરંપણી, ચેતની, પાત્ર આદિ નામે ઓળખાય છે. આ પાત્રા લાકડામાંથી બને છે. એના ઉપર રંગ કરવામાં આવે છે. જે સારી રીતે ધોઈ શકાય છે. શ્રમણો દ્વારા અન્ય કાર્યોમાં અનુકંપા–અભયદાન : શ્રમણે જીવદયામાં ઘણું મોટું વિશાળ ક્ષેત્ર અપનાવે છે. તે પ્રમાણે માને છે, સમજે છે અને કાર્યરત રહે છે. તેઓના હિસાબે માનવદયા ૮૪ લાખ નિમાં માત્ર ૧૪ લાખ યુનિઓ જે, લગભગ ૧૫% થી પણ ઓછું ક્ષેત્ર છે. જૈનધર્મમાં સંકુચિત વિચારને સ્થાન નથી. સૂફમથી માંડીને માનવદયા માટે પણ દુષ્કાળમાં અનેક વખત શ્રીસંઘેએ પ્રેરણા કરી છે. જગડુશા જેવા સમર્થ ઉદાહરણો આપણી સમક્ષ છે. શ્રમણોનાં ઉપદેશને પ્રતાપે આવાં કાર્યો હંમેશાં થતાં જ રહ્યાં છે. જેનેની જીવદયા અપૂર્વ અને અદ્વિતીય રીતે પ્રસિદ્ધ છે. એ જ રીતે, સાધર્મિક ભક્તિનો પણ છેલ્લા દસકામાં ભારે માટે ઉત્સાહ વધે છે. એક પલામાં સધર્મા ધર્મો અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિ મૂકે – બંને પલ્લાં સરખાં રહેશે. આજે મુંબઈ-અમદાવાદ જેવાં મોટાં કેન્દ્રોમાં રહેઠાણની પણ વ્યવસ્થા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy