SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રાતે દૂર કરવા તે કાયોત્સગ ધ્યાનનું પ્રયોજન છે અને તે જેન-ધ્યાનમાર્ગના વિશેષતા છે. “તસ્સ ઉત્તરીકરણ – સૂત્રમાં દર્શાવેલી પ્રક્રિયાઓનું રહસ્ય સમજાય તે પાપકર્મોના નિર્ધાતનને સચોટ ઉપાય હાથ લાગે એમ તેઓ સમજ્યા હતા. કેઈ પણ જીવને દુઃખ પહોંચાડવાથી દુઃખ દેનારના આત્મકલ્યાણ માં અવશ્ય બાધા ઉત્પન્ન થાય છે એટલું જ નહીં પણ તેની બુદ્ધિ પાપકર્મને અનિષ્ટ તરીકે સમજીને તેની પુનઃ પુનઃ આલેચના કરે તે પણ પૂવે થયેલા પાપકર્મના કારણે જે દેષ ચિત્તમાં જમા થઈ ચૂક્યો છે તેનું નિવારણ જ્યારે ન થાય ત્યારે પાપનું પુનરાવર્તન માત્ર પશ્ચાત્તાપથી અટકાવી શકાતું નથી, પણ ધ્યાન દ્વારા આંતરશુદ્ધિ કરવાનું આવશ્યક બને છે. ચિત્તનું સમ્યક ભાવન દ્વારા વારંવાર પ્રક્ષાલન કરીને તથા સુદઢ ધારણ દ્વારા વાળીઝૂડીને કચરો સાફ કરવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપે આત્મદર્શન કરવાની સંભાવના વિકાસ પામતી નથી. પાપકમનું આવું સૂક્ષ્મ અને મૌલિક ચિંતન જેમાં કરવામાં આવ્યું છે તે ધર્મમાં આચાર-વિચારશુદ્ધિ માટે કઈ પદ્ધતિ દર્શાવવામાં ન આવી હેય તે શક્ય નથી. ગાદિ અભ્યાસથી યુક્ત, શાંત ભક્તિભાવ પ્રધાન અને મંત્રપદપર આધારિત તથા અન્ય સ્થાનમાર્ગોથી વિશિષ્ટ કઈ ધ્યાન– પ્રણાલિકા એક સમયે અવશ્ય અસ્તિત્વમાં હતી–એ તેઓને દઢ વિશ્વાસ હતે. વર્ષો દરમ્યાન આવા પ્રકારને વિકાસક્રમ તેઓના ચિંતનમાં આ નિવેદન કરનારને તેઓના ઉપકારથી સમજાયે હતે. ત્રણ દાયકા પયંત એક શ્રદ્ધાનું બળ તેઓને પ્રેરતું રહ્યું અને તે સ્વાધ્યાય, તત્વચિંતન અને તત્ત્વજ્ઞ–મહાપુરુષો સાથેના પરામશનું નિમિત્ત-કારણ બન્યું. નિષ્ઠાપૂર્વકના આ પુરુષાર્થનું ફળ, શ્રી પ્રતિક્રમણ-સૂત્ર,પ્રબેધ–ટકાના ભાગ–પહેલાની પહેલી આવૃત્તિમાં તથા આશરે દોઢ દાયકા પછી પ્રકાશિત થયેલા લોગસ્સ-સૂત્ર-સ્વાધ્યાય ગ્રંથમાં સંગૃહીત થયેલું જોવા મળે છે. લેગસ-સૂત્ર-સ્વાધ્યાય ગ્રંથ અપ્રાપ્ય થતાં તેના સંપૂર્ણ વિવેચનને શ્રી–પ્રતિક્રમણ-સૂત્ર, પ્રબેધ–ટકાની પુનઃ સંસ્કરણ પામેલી ત્રીજી આવૃત્તિમાં સમાવી દેવામાં આવ્યું છે. કાત્મધ્યાન' સમજવા માટે ઉપયોગી પ્રચુર માહિતીને સંગ્રહ શ્રી-શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર, પ્રબોધ–ટીકાની ત્રીજી આવૃત્તિના ભાગ-૧, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy